તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે

તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને બેઠો, તેણે કહ્યું: અલ્લાહના રસુલ! મારા બે ગુલામ છે, જેઓ મારી સામે જુઠ્ઠું બોલે છે, મારા માલમાં ખિયાનત કરે છે અને મારી અવજ્ઞા કરે છે, હું તેમને ગાળો આપું છું અને મારું છું. મારો અને તેમનો નિકાલ શું? કહ્યું: «તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે, તે દરેકનો તેને અલ્લાહ સામે હિસાબ આપવો પડશે, અને તમે તેને જે સજાઓ આપી છે, તેને પણ ગણવામાં આવશે, હવે જો તમારી સજા તેમના ગુનાહ બરાબર થશે તો તમે અને તેઓ બરાબર બરાબર છૂટી જશો, ન તો તમારો હક તેમના પર બાકી રહેશે અને તેમનો હક તમારા પર, અને જો તમારી સજા તેમના ગુનાહથી ઓછી થઈ તો તમારો ઉપકાર અને એહેસાન રહેશે અને જો તમારી સજા તેમના ગુનાહોથી વધારે હશે તો તમારી સાથે તેમની યાદીનો હિસાબ કરવામાં આવશે» આ સાંભળી તે વ્યક્તિ રડતો પાછો ફર્યો અને નબી ﷺ એ કહ્યું: «શું તમે કુરઆનની આયતો નથી પઢતા: {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે}, આયત સુધી» તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ ! હે અલ્લાહના રસૂલ ! હું મારી અને તેમની વચ્ચે આના કરતાં વધારે સારો ઉપાય નથી જોતો કે અમે એકબીજાથી અલગ થઈ જઈએ, અલ્લાહના રસૂલ ગવાહ રહેજો, મેં તે સૌને આઝાદ કર્યા.

[ઝઇફ] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

એક વ્યક્તિ આપ ﷺ પાસે આવીને પોતાના ગુલામો સાથે તેના વ્યવહાર વિશે ફરિયાદ કરી, તેઓ તેની વાતને જુઠલાવે છે, તેઓ તેની અમાનતમાં ધોખો આપે છે, અને વ્યવહારમાં પણ ધોખો આપે છે, અને તેની અવજ્ઞા કરે છે, તેમને અદબ શીખવાડવા માટે તે તેને ગાળો આપે છે અને તેમને મારે છે, કયામતના દિવસે અમારી સ્થિતિ કેવી હશે? આપ ﷺ એ જવાબ આપ્યો, તે તેમને જૂઠ, ખિયાનત, ધોખો અને અવજ્ઞા પ્રમાણે સજા આપી દીધી, જો સજાનું પ્રમાણ બરાબર હશે અર્થાત્ ગુનાહ જેટલી સજા હશે તો તમારા પર કંઈ નથી, અને જો તમારી સજા તેમના ગુનાહથી ઓછી હશે તો તેમના પર તારી કૃપા અને રહેમ હશે, તેના પર તને બદલો મળશે, અને જો તારી સજા તેમના ગુનાહથી વધારે હશે, તો જેટલી સજા વધારે હશે, તે પ્રમાણે તને બદલો આપવામાં આવશે, તે વ્યક્તિ એક તરફ થઇ ગયો, અને જોરથી રડવા લાગ્યો, આપ ﷺ એ કુરઆન મજીદની આ આયત તિલાવત કરી: {અને અમે કયામતના દિવસે ન્યાયી ત્રાજવા વચ્ચે લાવીને મૂકીશું, પછી કોઈના પર કંઇ પણ જુલમ કરવામાં નહીં આવે અને જો એક કણ બરાબર પણ કર્મ કર્યું હશે, અમે તેને હાજર કરીશું અને અમે હિસાબ કરવા માટે પૂરતા છે} [અલ્ અંબિયા: ૪૭], કયામતના દિવસે કણ બરાબર પણ જુલમ કરવામાં નહીં આવે, ઇન્સાફ સાથે લોકોની વચ્ચે નિર્ણય કરવામાં આવશે, તે વ્યક્તિએ કહ્યું : અલ્લાહની કસમ ! હે અલ્લાહના રસૂલ ! હું મારી અને તેમની વચ્ચે આના કરતાં વધારે સારો ઉપાય નથી જોતો કે અમે એકબીજાથી અલગ થઈ જઈએ, અલ્લાહના રસૂલ ગવાહ રહેજો, મેં તે સૌને આઝાદ કર્યા. હિસાબ અને અઝાબના ભયથી તેણે આ પ્રમાણે કર્યું.

فوائد الحديث

સહાબીની સત્યતા કે તેમણે અલ્લાહના અઝાબથી ભયભીત થઈ પોતાના ગુલામોને આઝાદ કરી દીધા.

જાલિમ માટે હદ બતાવી છે, જો તેનું અત્યાચાર કરવું તેમના જુલમ બરાબર હશે અથવા તેમની સજાથી ઓછું હશે તો જાઈઝ છે, પરંતુ જો તેમની સજા તેમના ગુનાહ કરતા વધારે હશે તો તે હરામ છે.

સેવકો, કમજોર લોકો સાથે સારો વ્યવહાર કરવા પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન, નફસનો તઝકિયા, આયતોની તફસીર