إعدادات العرض
તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે
તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે
ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, તેનું નામ અબ્દુલ્લાહ હતું, અને તેનો લકબ (ઉપનામ) ગધેડો હતો, તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને દારૂ પીવાની સજા આપી હતી, એક દિવસ તેને લાવવામાં આવ્યો, તો તેને સજા આપવાનો આદેશ આપવામાં આવ્યો, તો લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહ! તેના પર લઅનત (શાપ) મોકલ, તેને ઘણીવાર અહીં લાવવામાં આવ્યો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Bahasa Indonesia Kiswahili ភាសាខ្មែរ Englishالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, જેનું નામ અબ્દુલ્લાહ હતું, અને લોકો તેને ગધેડો કહેતા હતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને શરાબ પીવાના કારણે સજા રૂપે કોરડા માર્યા હતા, એક દિવસ તેને લાવવામાં આવ્યો જયારે તેણે દારૂ પીધું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોરડા મારવાનો આદેશ આપ્યો. ત્યાં ઉપસ્થિત રહેલા લોકો માંથી એક વ્યક્તિ અપશબ્દો બોલવા લાગ્યો અને કહ્યું: અલ્લાહ તેના પર લાનત કરે, કેટલી વાર તેને દારૂ પીવાના કારણે લઈને આવવામાં આવે છે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કૃપાથી દૂર થવાની દુઆ તેના માટે ન કરો, અલ્લાહની કસમ હું જાણું છે કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મોહબ્બત કરે છે.فوائد الحديث
પ્રતિબંધિત કૃત્ય કરવા અને અલ્લાહ અને તેના પયગંબર માટે હૃદયમાં પ્રેમ રાખવા વચ્ચે કોઈ વિરોધાભાસ નથી; કારણ કે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે જે માણસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અલ્લાહ અને તેના પયગંબરને પ્રેમ કરતો હતો, ભલે તે ગમે તે કરે.
જે વ્યક્તિ મહાપાપ કરે અને તે જ સ્થિતિમાં મૃત્યુ પામે તે અલ્લાહની ઈચ્છા મુજબ છે, જો અલ્લાહ ઈચ્છે તો તેને માફ કરી દેશે અને જો ઈચ્છે તો સજા આપશે, કોઈ મુસલમાન વ્યક્તિ કાયમ જહન્નમમાં નહીં રહે.
ચોક્કસ રીતે દારૂ પીનાર વ્યક્તિને શાપ આપવો યોગ્ય નથી; કારણકે તેના પર શાપ મોકલવાથી સત્ય માર્ગથી દૂરીનું કારણ બની શકે છે, તે સિવાય કોઈ ચોક્કસ વ્યક્તિ પર શાપ મોકલવો અને બદ દુઆ કરવી તેનું તે પાપ અને ગુનાહ પર અડગ રહેવા અથવા તૌબા (માફી) કબૂલ ન થવાથી નાસીપાસ થઇ શકે છે.
કોઈ પણ ચોક્કસ વ્યક્તિનું નામ લીધા વિના, આ પ્રકારના પાપ કરનારને શાપ આપવાની છૂટ છે.
