ખરેખર બંદો નમાઝ પઢે છે, તો તેના માટે દસમો, આઠમો, સાતમો, છઠ્ઠો, ચોથો. ત્રીજો અને અડધો ભાગ સિવાય કઈ લખવામાં આવતું નથી

ખરેખર બંદો નમાઝ પઢે છે, તો તેના માટે દસમો, આઠમો, સાતમો, છઠ્ઠો, ચોથો. ત્રીજો અને અડધો ભાગ સિવાય કઈ લખવામાં આવતું નથી

અબ્દુલ્લાહ ઇબ્ને અનમહ વર્ણન કરે છે, તેમણે કહ્યું: મેં અમ્માર બિન્ યાસર રઝી અલ્લાહુ અન્હુને જોયા, તેઓ મસ્જિદમાં દાખલ થયા અને નમાઝ પઢી, તેમણે નમાઝ ટૂંકી કરી પઢી, જયારે તેઓ બહાર નીકળ્યા, તો હું તેમની પાસે આવ્યો અને મેં કહ્યું: હે અબૂ બકઝાન! તમે નમાઝ ટૂંકી પઢી, તેમણે જવાબ આપ્યો; શું તમે જોયું કે મેં તેની જરૂરી બાબતોને છોડી દીધી હોય? મેં કહ્યું: ના, તેમણે કહ્યું: મેં શૈતાનના ધ્યાન ભંગ કરવાના કારણે ઉતાવળ કરી, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સંભાળ્યા: « ખરેખર બંદો નમાઝ પઢે છે, તો તેના માટે દસમો, આઠમો, સાતમો, છઠ્ઠો, ચોથો. ત્રીજો અને અડધો ભાગ સિવાય કઈ લખવામાં આવતું નથી».

[હસન] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અમ્માર બિન્ યાસર રઝી અલ્લાહુ અન્હુ મસ્જિદમાં આવ્યા અને નફિલ નમાઝ પઢી, તેમણે ટૂંકી નમાઝ પઢી, જયારે તેઓ મસ્જિદ માંથી બહાર નીકળ્યા તો અબ્દુલ્લાહ ઇબ્ને ગનમહ તેમની પાછળ આવ્યા અને કહ્યું: હે અબૂ બકઝાન! મેં જોયું કે તમે ખૂબ જ ટૂંકી નમાઝ પઢી! અમ્માર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું તમે જોયું કે મેં તેના અરકાન, જરૂરી કાર્યો અથવા શરતોમાં કોઈ કમી કરી હોય? તેમણે કહ્યું: ના, તો અમ્માર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શૈતાનના વ્યસ્ત કરવાના કારણે મેં તેને ટૂંકી કરી. મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: ખરેખર બંદો નમાઝ પઢે છે, તો તેના માટે તેનો દસમો, અથવા નવમો, અથવા આઠમો અથવા સાતમો અથવા છઠો અથવા પાંચમો અથવા ચોથો અથવા ત્રીજો અથવા અડધા ભાગનો સવાબ લખવામાં આવે છે.

فوائد الحديث

સદાચારી લોકો એકબીજાને શિખામણ આપતા હતા.

પ્રશ્ન પૂછતા પહેલા અને નકારતા પહેલા પુષ્ટિ કરવી.

સવાલનો જવાબ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શબ્દો દ્વારા આપવો પુરતો છે.

નમાઝમાં ચિંતન-મનન અને શાંતિની અછતથી તેના સવાબમાં પણ કમી થાય છે.

આ હદીષમાં નમાઝમાં વિનમ્રતા અને અલ્લાહ સાથે દિલથી હાજર પ્રત્યે મક્કમતા સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

التصنيفات

દિલમાં કરવામાં આવતા અમલો, નમાઝની મહ્ત્વતા