ઉચ્ચ અલ્લાહએ કહ્યું: કયામતના દિવસે હું ત્રણ લોકો સાથે ઝઘડો કરીશ

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: કયામતના દિવસે હું ત્રણ લોકો સાથે ઝઘડો કરીશ

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઉચ્ચ અલ્લાહએ કહ્યું: કયામતના દિવસે હું ત્રણ લોકો સાથે ઝઘડો કરીશ: એક: તે વ્યક્તિ જેણે મારા નામનું વચન લીધું, ફરી તેને તોડી નાખ્યું, બીજો: તે વ્યક્તિ જેણે કોઈ સ્વતંત્ર વ્યક્તિને ગુલામ બનાવી વેચી દીધો અને તેની કિંમત ખાઈ લીધી, ત્રીજો: તે વ્યક્તિ જેણે એક મજૂરને રાખ્યો અને તેની પાસેથી કામ લીધું અને તેને મજૂરી ન આપી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: ત્રણ પ્રકારના લોકો એવા હશે જેમની સાથે હું કયામતના દિવસે ઝઘડો કરીશ, અને હું તેમને હરાવીશ: પહેલો: જે વ્યક્તિ અલ્લાહની કસમ ખાઈ અને વચન લે અને તેને તોડી નાખે અને ખિયાનત કરે. બીજો: જે વ્યક્તિ કોઈ સ્વતંત્ર વ્યક્તિને ગુલામ બનાવી વેચી દે, ફરી તેની કિંમત ખાઈ લે અને તેની કિંમતમાં ફેરફાર કરે. ત્રીજો: જે કોઈ વ્યક્તિને કોઈ કામ માટે મજૂરી પર રાખે, અને તેની પાસેથી સંપૂર્ણ કામ લે અને તેને મજૂરી ન આપે.

فوائد الحديث

આ હદીષનો એક પ્રકાર છે જેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યક્ષ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, તેને હદીષે કુદ્સી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા લક્ષણો નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેમ કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેનું ચેલેન્જ આપવામાં આવ્યું હોય, તે એક મુઅજિઝો છે, અને એ વગર પણ.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: એવું કહેવામાં આવ્યું કે ત્રણનો ઉલ્લેખ અલગ કરવા માટે નથી; પરંતુ અલ્લાહ દરેક અત્યાચારી લોકો સાથે ઝઘડો કરશે, અને આ ત્રણ લોકો સાથે વધુ ગંભીરતા સાથે કરશે.

ઈમામ ઇબ્ને જવ્ઝી રહિમહુલ્લાહએ કહ્યું: સ્વતંત્ર વ્યક્તિ અલ્લાહનો બંદો છે, તેથી જે તેની વિરુદ્ધ કોઈ કૃત્ય કરશે, તો તેનો માલિક તેની સાથે ઝઘડો કરશે, જે અલ્લાહ છે.

ઈમામ ખત્તાબી રહિમહુલ્લાહએ કહ્યું: સ્વતંત્ર વ્યક્તિની ગુલામી બે પ્રકારની હોય છે: પહેલું: તેને સ્વતંત્ર કરે ફરી તેને છુપાવે અથવા નકારે, બીજું: તેને સ્વતંત્ર કર્યા પછી પણ કામ કરવા માટે મજબૂર કરે, પહેલો પ્રકાર વધુ ગંભીર છે, મેં કહ્યું: વર્ણવેલ હદીષ વધુ ગંભીરતા દર્શાવે છે, જેમાં ફક્ત કોઈ વ્યક્તિને સ્વતંત્ર કરી તેને છુપાવવું અથવા નકારવું જ નથી, પરંતુ હદીષમાં તેને વેચી તેની કિંમત ખાવાનો પણ ઉલ્લેખ છે, તેથી તેની સજા વધારે છે.

التصنيفات

Leasing