અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક…

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક સ્નાન) કરતા હતા અને એક મુદથી વઝૂ કરતા હતા

સફીનહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક સ્નાન) કરતા હતા અને એક મુદથી વઝૂ કરતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જનાબત (મુખ્ય અપવિત્રતા) માટે એક સાઅ પાણીનો ઉપયોગ કરી ગુસલ (ધાર્મિક સ્નાન) કરતા હતા અને એક મુદથી વઝૂ કરતા હતા, અને એક સાઅ: ચાર મુદ, અને એક મુદ: એક મધ્યમ કદના વ્યક્તિના હાથની હથેળીઓ ભરાઈ જાય તેટલી માત્રાનું પાણી.

فوائد الحديث

સ્નાન અને વઝૂ માટે પાણીની બચત કરવી અને જો પાણી વધારે હોય, તો તેનો બગાડ ન કરવો જોઈએ.

આ હદીષમાં સ્નાન અને વઝૂ માટે જરૂર કરતા ઓછું પાણી વાપરવાની ભલામણ કરવામાં આવી છે, અને આ જ પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું માર્ગદર્શન છે.

હેતુ એ છે કે સુન્નત અને આદાબને ધ્યાનમાં રાખી અતિશયોક્તિ અને કંજુસી કર્યા વિના સંપૂર્ણ રીતે વઝૂ અને સ્નાન કરવું, તેમજ પાણીની વધુ અને ઓછી માત્રા વગેરેનું ધ્યાન રાખવું.

જનાબત (મુખ્ય અપવિત્રતા) એવા વ્યક્તિને કહેવામાં આવે છે જેને વીર્ય સ્ખલન થયું હોય અથવા જાતીય સંભોગ કર્યો હોય, તેને જનાબત એટલા માટે કહેવામાં આવે છે કે તે નમાઝ અને અન્ય ઇબાદતોથી ત્યાં સુધી દૂર રહે છે, જ્યાં સુધી તે શુદ્ધ (પાક) ન થાય.

સાઅ: એક પ્રકારનું માપ, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાઅ નો અર્થ જેનો વજન (૪૮૦) મિષ્કાલ સારા ઘઉં અથવા લીટરમાં તેનું માપ (૩ લીટર).

મુદ: એક શરઈ માપ, અને તેની સરેરાશ એક સામાન્ય વ્યક્તિના હાથ હથેળીઓ ભરાઈ જાય, ન્યાયશાસ્ત્રોના એકમત પ્રમાણે મુદ સાઅનો ચોથો ભાગ છે અને તેનો માપ (૭૫૦) મિલી લીટર છે.

التصنيفات

વુઝુની સુન્નતો અને આદાબ, ગુસલ કરવાનો સુન્નત તરીકો અને આદાબ