મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી

મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારના લોકોએ જો ક્યારેક એક દિવસમાં બે વખત ભોજન કર્યું હોય, તો તે બન્ને માંથી એક વખતનું ભોજન ખજૂર હોતી.

فوائد الحديث

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આપના પરિવારના લોકો ખુબ જ વિનમ્ર હતા; ક્યારેક તો તેમને દિવસમાં એક કરતા વધુ ભોજન પ્રાપ્ત પણ થતું ન હતું.

ખજૂર અન્ય ખોરાક કરતા વધુ સરળતાથી ઉપલબ્ધ હોતી.

થોડી રોજી પર સંતોષ રહેવા અને દુનિયાથી અળગા રહેવાની મહત્ત્વતા, અને તે પયગંબરો અને પયગંબરોના સરદાર (નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) ના અખ્લાક (શિષ્ટાચાર) માંથી છે.

દિવસમાં બે વાર ભોજન લેવું જાઈઝ છે અને તે અરબોની આદત માંથી છે, તેઓ દિવસ માં બે વાર ભોજલ લેતા હતા, બપોરનું ભોજન અને રાત્રિનું ભોજન.

التصنيفات

ડર અને પરહેજગારી, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ભેટ