મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે…

મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થઇ ગયું

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થઇ ગયું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરના લોકો મદીનહ આવ્યા પછી થી લઇ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૃત્યુ સુધી સતત ત્રણ દિવસો સુધી ક્યારે પણ ઘઉંની રોટલી પેટ ભરીને ખાધી નથી.

فوائد الحديث

આ હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના ઘરના લોકોના સામાન્ય જીવનને વર્ણન કરે છે; કારણકે સાચું જીવન તો આખિરતનું જીવન છે.

ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે તેમનું પેટ ભરીને ન ખાવું, તેનું વધારે કારણ તેમની પાસે વસ્તુઓ ન હોવી, અને જે તેમને પ્રાપ્ત થઇ પણ જતું, તો તેઓ અન્યને પોતાના પર પ્રાથમિકતા આપતા હતા.

التصنيفات

ડર અને પરહેજગારી, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ભેટ