અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું,…

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો

અમ્ર બિન્ હારિષ, જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાળા અને મોમિનોની માતા જુવૈરિયા બિન્તે હારિષ રઝી અલ્લાહુ અન્હુમના ભાઈ છે, તેઓ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક પણ ચાંદીનો દિરહામ અને એક પણ સોનાનો દીનાર, કોઈ પણ ગુલામ કે દાસી, કોઈ ઘેટું, ઊંટ કે કોઈ પણ પ્રકારની દુનિયાની સંપત્તિ છોડીને ગયા ન હતા, સિવાય કે એક સફેદ ખચ્ચર જેના પર તેઓ સવારી કરતા હતા, તેમના શસ્ત્રો, જે તેઓ ઉપાડતા હતા, અને એક જમીનનો ટુકડો, જે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન મુસાફરો માટે દાન કરી દીધો હતો.

فوائد الحديث

પયગંબરો વારસો છોડતા નથી.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મૃત્યુ પછી શું વારસો છોડ્યો તેનું વર્ણન.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું જયારે મૃત્યુ થયું, ત્યારે પોતાની ઉદારતા, ખર્ચ અને પરોપકારના કારણે કંઈપણ મહત્વનું છોડ્યું ન હતું.

ઈમામ કિરમાની રહિમહુલ્લાહએ કહ્યું: તેમનું કથન (તેમણે બનાવ્યું) માં સર્વનામ ત્રણેયનો ઉલ્લેખ કરે છે, ખચ્ચર, શસ્ત્રો અને જમીન, ફક્ત જમીનનો નહીં.

અલ્ ખતન: પત્નીનો ભાઈ, અલ્ અખ્તાન: જે સાસરિય સંબંધનો ઉલ્લેખ કરે છે.

التصنيفات

ડર અને પરહેજગારી, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમની ભેટ