હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે

હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હદીયો આપતા રહો, તેનાથી એકબીજા પ્રત્યે મોહબ્બત વધે છે».

[હસન]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસલમાન ભાઈને બીજા મુસલમાન ભાઈને હદીયો (ભેટ) આપવા તરફ પ્રોત્સાહન આપ્યું છે, હદીયો આપવો તે એકબીજા પ્રત્યે મોહબ્બત અને સ્નેહના કારણો માંથી એક કારણ છે.

فوائد الحديث

હદીયા બાબતે ખર્ચ કરવું મુસ્તહબ છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ છે.

હદીયો આપવો મોહબ્બતનું કારણ છે.

માનવીએ પોતાની શક્તિ પ્રમાણે તે દરેક કાર્ય તરફ ધ્યાન આપવું જોઈએ, જેનાથી એકબીજા પ્રત્યે પ્રેમ અને સ્નેહ વધતો હોય, તે હદીયો આપીને હોય કે પોતાના ભાઈ માટે વિનમ્રતા દાખવી હોય, સારી વાત દ્વારા હોય કે હસતા મોઢે મુલાકાત કરવી હોય.

التصنيفات

ભેટ અને હદિયો આપવો