ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો

ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો

અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ભૂખ્યાને ખાવાનું ખવડાવો, બીમારની ખબર પૂછો અને કેદીને આઝાદ કરાવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર કેટલાક હકો માંથી છે કે જો તેનો મુસલમાન ભાઈ ભૂખ્યો હોય, તો ખાવાનું ખવડાવો, બીમાર હોય તો ખબર અંતર પૂછો અને કેદ હોય તો આઝાદ કરાવો.

فوائد الحديث

આ હદીષમાં મુસલમાનો વચ્ચે સહયોગ કરવાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ભૂખ્યાને ખવડાવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જેને ખોરાકની જરૂર હોય; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તેને ખવડાવવાનો આદેશ છે.

બીમાર વ્યક્તિની ખબર પૂછવા, તેના માટે દુઆ કરવા, સવાબ મેળવવા ખાતર અને અન્ય બાબતો માટે તેની મુલાકાત લેવી માન્ય છે.

જો કોઈ કેદીને કાફિરો દ્વારા બંદી બનાવવામાં આવે તો તેને મુક્ત કરવાની ઉત્સુકતા, તેને તેમની પાસેથી મુક્ત કરવા માટે કિંમત ચૂકવીને, અથવા તેને કેદ કરાયેલા કાફિર સાથે બદલીને, અર્થાત્: વિનિમય દ્વારા.

التصنيفات

પ્રસંશનીય અખલાક