إعدادات العرض
તે કોમ ક્યારેય પ્રગતિ નથી કરી શકતી, જેની આગેવાની એક સ્ત્રીના હાથમાં હોય
તે કોમ ક્યારેય પ્રગતિ નથી કરી શકતી, જેની આગેવાની એક સ્ત્રીના હાથમાં હોય
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «તે કોમ ક્યારેય પ્રગતિ નથી કરી શકતી, જેની આગેવાની એક સ્ત્રીના હાથમાં હોય».
الترجمة
العربية Bosanski English فارسی Français Русский हिन्दी 中文 Bahasa Indonesia اردو Kurdî Português دری Македонски Tiếng Việt Magyar ქართული বাংলা ไทย অসমীয়া Hausa Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે કોમ પ્રગતિ નહીં કરી શકે, જેની આગેવાની એક સ્ત્રીના હાથમાં હોય, જે કોમ ન્યાય, શાસન અને સરકારી કાર્યો એક સ્ત્રીને સોંપશે, તો તે ક્યારેય આગળ નહીં આવે.فوائد الحديث
સ્ત્રીઓને લોકો પર શાસન કરવા અથવા અન્ય જાહેર હોદ્દાઓ જેવા, જેમકે સત્તાના હોદ્દા પર રહેવાની પરવાનગી નથી, જોકે, દાન, અનાથ બાળકોની દેખરેખ રાખવી અથવા શાળાનું સંચાલન જેવી ખાનગી બાબતોમાં માન્ય છે.
સ્ત્રીઓની નબળાઈનું વર્ણન કે તેઓ જાહેર બાબતોમાં પુરુષો સાથે ભાગ લેતી નથી, અને આ પ્રકારના હોદ્દા પર તેમને નિમણૂક કરવા નિષ્ફળતાનું કારણ છે.
અલ્લાહએ સ્ત્રીનું સર્જન કર્યું અને તેમને એક એવો સ્વભાવ આપ્યો જે પુરુષના સ્વભાવથી અલગ છે, કેટલાક કાર્યો એવા છે જે સ્ત્રીના સ્વભાવના કારણે તેના માટે કરવા ઉચિત નથી, એવી જ રીતે કેટલાક કાર્યો એવા છે જે પુરુષ માટે તેમના ખાસ સ્વભાવને કારણે કરવા યોગ્ય નથી.
સફળતાનો ઇન્કાર: આ સફળતા શરીઅતની છે, અને તેમાં દુનિયા અને આખિરત બન્નેની ભલાઈનો સમાવેશ થાય છે, બાદશાહની પ્રસન્નતાનો અર્થ એ નથી કે લોકો અલ્લાહને ખુશ કરે છે, જે અલ્લાહનો આજ્ઞાકારી નથી, તે વ્યક્તિ સફળ નથી, ભલેને તે દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્થિતિમાં કેમ ન હોય.
આ હદીષમાં મહિલાઓને નીચી કે તુચ્છ ગણવામાં નથી આવી, પરંતુ તેમને તેમની ક્ષમતાઓને યોગ્ય અને સાચી દિશામાં ઉપયોગમાં લેવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
التصنيفات
ભવ્ય ઇમામની પસંદગી માટેની શરતો