નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા

નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ વઝૂ કરતી વખતે દરેક અંગોને એક એક વખત ધોયા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ ક્યારેક વઝૂ કરતી વખતે વઝૂના અંગોને એક જ વખત ધોતા હતા, આપ ચહેરો ધોવો, કોગળા કરવા, નાકમાં પાણી ચઢાવવું, બંને હાથ અને બંને પગ ધોવા, વઝૂ માટે જે અંગો ધોવા જરૂરી છે, તેને એક વખત જ ધોતા હતા.

فوائد الحديث

વઝૂ કરતી વખતે વઝૂના દરેક અંગોને એક વાર તો ધોવા જરૂરી છે, વધારે વખત (ત્રણ વખત) ધોવું મુસ્તહબ (યોગ્ય) છે.

ક્યારેક વઝૂમાં અંગોને એક એક વખત પણ ધોઈ શકાય છે તેની શરીઅતે છૂટ આપી છે.

શરીઅતે માથા પરના મસહને એક જ વખત કરવાની છૂટ આપી છે.

التصنيفات

વુઝુની સુન્નતો અને આદાબ, વુઝૂનો તરીકો: