إعدادات العرض
જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ…
જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ પાપ તેને નુકસાન નહીં પહોંચાડે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે
અબ્દુલ્લાહ બિન્ અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ પાપ તેને નુકસાન નહીં પહોંચાડે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Bahasa Indonesia Kiswahili ភាសាខ្មែរ Englishالشرح
આ હદીષમાં અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે અને તે અલ્લાહ સાથે તૌહીદની સ્થિતિમાં મુલાકાત કરશે અને અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવ્યો નહીં હોય, તો તે જન્નતી લોકો માંથી હશે, ભલેને તેના પાપોની સજા જહન્નમ કેમ ન હોય, એવી જ રીતે જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવી મૃત્યુ પામશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે, અને તેના માટે જન્નત હરામ થઈ જશે.فوائد الحديث
શિર્કથી ચેતવણી, અને તે મહાન પાપ અને ગુનાહ માંથી છે, અને અલ્લાહ તેને માફ નહીં કરે.
તૌહીદની મહત્ત્વતા, અને તે જન્નતમાં દાખલ થવાનો સ્ત્રોત છે, ભલેને તેને પહેલા સજા કેમ આપવામાં ન આવી હોય.
તૌહીદ પર મૃત્યુ સુધી અડગ રહેવાની મહત્ત્વતા, અને તેના વિરુદ્ધ અર્થાત્ શિર્કથી બચવું.
