દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા

દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા, અને અલ્લાહ તઆલાએ મારા પર એક એવી કિતાબ (કુરઆન મજીદ) ઉતારી છે, જે દરેક મુઅજિઝહ કરતા વધારે મોટો મુઅજિઝહ છે અને મને આશા છે કે મારા અનુસરણ કરનારની સંખ્યા ક્યામતના દિવસે સૌથી વધારે હશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ દરેક પયગંબરોની ભરપૂર મદદ કરી અને તેમને નિશાનીઓ તેમજ ચમત્કારીક મુઅજિઝા આપ્યા, જે તેમની પયગંબરીનો પુરાવો હતો અને જે પણ તેને જુએ તે ઈમાન લઇ આવે, અને તે લોકો તેમના ચેલેન્જ સામે હારી જાય છે, અને છેવટે તે પોતાને (કુફ્ર) થી બચાવી નથી શકતા અને હઠીલા બની જાય છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને જે મુઅજિઝો આપવામાં આવ્યો હતો તે કુરઆન છે, જે આપની તરફ વહી કરવામાં આવી, તેમાં રહેલા સ્પષ્ટ અને સતત ચમત્કાર અને તેના પુષ્કળ ફાયદા અને વ્યાપક ઉપયોગીતાને કારણે, કારણ કે તેમાં દઅવત, પુરાવા અને ભવિષ્યના સમાચારનો સમાવેશ થાય છે, તેથી તેનો લાભ હાજર રહેલ, ગેરહાજર, અસ્તિત્વમાં રહેલા અને જે નજીકમાં અસ્તિત્વમાં આવશે તે દરેક લોકો માટે છે, ફરી કહ્યું: મને આશા છે કે કયામતના દિવસે મારા અનુયાયીઓ સૌથી વધુ હશે.

فوائد الحديث

પયગંબરો માટે નિશાનીઓની પુષ્ટિનું વર્ણનું અને અલ્લાહ તઆલાની આ કોમ પર વ્યાપક કૃપાનું વર્ણન.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આપવામાં આવેલ મહાન મુઅજિઝાનું વર્ણન.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દરજ્જાનું વર્ણન કે આપને દરેક પયગંબરો પર શ્રેષ્ઠતા આપવામાં આવી છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ આપના આ આદેશ વિશે કહ્યું: "અને મને જે આપવામાં આવ્યું છે તે દરેક મુઅજિઝા કરતા સૌથી મહાન મુઅજિઝો છે, જે મારા તરફ વહી કરવામાં આવે છે": તેનો હેતુ તેમના ચમત્કારને મર્યાદિત રાખવાનો નથી, કે તેમને તે ચમત્કારો આપવામાં આવ્યા ન હતા, જે તેમના પહેલાના લોકોને આપવામાં આવ્યા હતા, પરંતુ તેનો હેતુ એ છે કે તે સૌથી મોટો ચમત્કાર છે, જેના દ્વારા તેઓ અન્ય લોકોથી અલગ છે.

ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: “(મને આશા છે કે મારા અનુયાયીઓ સૌથી વધુ હશે) તે નબુવ્વતની નિશાની છે; કારણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાતની જાણ એવા સમયે કરી જ્યારે મુસ્લિમો ઓછા હતા, ફરી સર્વશક્તિમાન અલ્લાહએ મુસ્લિમો પર પોતાની કૃપા કરી અને તેમના પર કૃપા કરી, જ્યાં સુધી આ મામલો પૂર્ણ ન થયો અને મુસ્લિમોમાં આ મામલો જાણીતા અંત સુધી વિસ્તર્યો, દરેક પ્રકારની પ્રશંસા ફક્ત એક અલ્લાહ માટે જ છે.

التصنيفات

Meanings and Attributes of the Qur'an, આપણાં નબી મોહમ્મદ ﷺ