જયારે નમાઝ ઉભી થઇ જાય તો ત્યારે નમાઝ સિવાય બીજી કોઈ નમાઝ નથી

જયારે નમાઝ ઉભી થઇ જાય તો ત્યારે નમાઝ સિવાય બીજી કોઈ નમાઝ નથી

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જયારે નમાઝ ઉભી થઇ જાય તો ત્યારે નમાઝ સિવાય બીજી કોઈ નમાઝ નથી».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે ફરજ નમાઝ ઉભી થઇ જાય તો કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોક્યા છે.

فوائد الحديث

જયારે ફરજ નમાઝ માટે ઇકામત કહેવામાં આવી ચુકી હોય, તો કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવી જાઈઝ નથી, ભલેને તે મસ્જિદમાં હોય.

ફરજ નમાઝ ઉભી થઇ ગયા પછી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ શરૂ કરવી યોગ્ય નથી, ભલે ને તે ફજર, ઝોહર વગેરેની સુન્નતો કેમ ન હોય.

જયારે ફરજ નમાઝ ઉભી થાય અને તે નફિલ નમાઝ પઢી રહ્યો હોય, તો જો એક રકઅત કરતા ઓછી બાકી તો તેને ટૂંકી કરી પૂરી કરી લે, અથવા તેને તોડી દે, જેથી તકબીરે તહરીમાની મહત્ત્વતા પ્રાપ્ત કરી લે.

التصنيفات

જમાઅત સાથે નમાઝ પઢવાની મહ્ત્વતા અને તેનો આદેશ