અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ…

અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ આમંત્રણ ન આપ્યું હોય

અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ નથી કર્યું જ્યાં સુધી તેમને અલ્લાહ તરફ આમંત્રણ ન આપ્યું હોય.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [رواه أحمد والبيهقي]

الشرح

ઇબ્ને અબ્બાસ રઝી. એ જણાવ્યું કે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ પણ કોમ સાથે ત્યાં સુધી યુદ્ધ શરૂ નથી કર્યું જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને ઇસ્લામનું આમંત્રણ ન આપ્યું હોય, અને જયારે તેમણે આમંત્રણન સ્વીકાર્યુ નહીં તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સાથે યુદ્ધ કર્યું.

فوائد الحديث

જો લોકો સુધી ઇસ્લામનું આમંત્રણ ન પહોંચ્યું હોય, તો તેમને યુદ્ધ પહેલા આમંત્રણ આપવું શરત છે.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૌ પ્રથમ લોકોને ઇસ્લામનું આમંત્રણ આપતા, જો તેઓ અસ્વીકાર કરતા તો તેમની સમક્ષ કર આપવાનું રજૂ કરતા, જો તેનો પણ અસ્વીકાર કરતા, તો યુદ્ધ કરતા, જેમકે બીજી હદીષોમાં વર્ણન થયું છે.

યુદ્ધની હિકમત એ છે કે લોકોને ઇસ્લામમાં દાખલ કરવામાં આવે, લોકોના પ્રાણ, સંપતિ અને સામ્રાજ્યની લાલચ નહીં.

التصنيفات

જિહાદ બાબતે કેટલાક આદેશો