શું હું તમને રોઝા, નમાઝ અને સદકાનો શ્રેષ્ઠ દરજ્જો ન જણાવું?

શું હું તમને રોઝા, નમાઝ અને સદકાનો શ્રેષ્ઠ દરજ્જો ન જણાવું?

અબૂ દરદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને રોઝા, નમાઝ અને સદકાનો શ્રેષ્ઠ દરજ્જો ન જણાવું?» સહાબાઓએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લોકો વચ્ચે સમાધાન કરાવવું; કારણકે લોકો વચ્ચે મતભેદ વિનાશક છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓ ને પૂછ્યું: શું હું તમને ઘણા નફિલ રોઝા, નમાઝ અને સદકા વિષે ન જણાવું જે સવાબમાં તેના કરતાં વધુ છે, લોકોએ કહ્યું: હા જરૂર જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વિવાદિત સમુદાય વચ્ચે સમાધાન કરાવવું, જ્યાં ઝઘડો લોકો વચ્ચે વિભાજન, દ્વેષ અને વિવાદ તરફ દોરી જતો હોય; કારણકે તેમની વચ્ચે સંબંધ ખરાબ થવાના કારણે ઉત્પન્ન થનારી નફરત એક એવી ખામી છે જે દીન અને દુનિયા બંનેને નષ્ટ કરી દે છે, જેમ કે રેઝર વાળને ખત્મ કરી દે છે.

فوائد الحديث

પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું માર્ગદર્શન, સહાબા રઝી અલ્લાહુ અન્હુમને સવાલ પૂછી તેમનામાં જવાબ સંભાળવાની ઉત્સુકતા ઉત્પન્ન કરવી.

ઈમામ તીબી રહિમહુલ્લાહએ કહ્યું: લોકો વચ્ચે સમાધાન કરાવવા પર પ્રોત્સાહન અને સંબંધને ખત્મ થવાથી બચવું; કારણકે સમાધાન અલ્લાહના દોરડા (કુરઆન અને હદીષ)ને મજબૂતી સાથે પકડી રાખવા અને મુસલમાનો વચ્ચે મતભેદ ન થવાનો સ્ત્રોત છે, અને સંબંધમાં ખરાબી એ દીનની ખરાબી છે; જેથી જે વ્યક્તિ આ સમાધાન અને તેની દુષ્ટતાને દૂર કરવાની જવાબદારી લેશે તેને એક રોઝેદાર વ્યક્તિ કરતા પણ વધુ સવાબ મળશે, જે પોતાના કામમાં વ્યસ્ત હોય છે.

التصنيفات

અલ્ મુજતમિઉલ્ મુસ્લિમ (મુસ્લિમ સમુદાય), દિલમાં કરવામાં આવતા અમલો