إعدادات العرض
જયારે હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સંભાળ્યો, મેં ઉપર જોયું, તો તે ફરિશ્તો જે મારી પાસે હીરા ગુફા…
જયારે હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સંભાળ્યો, મેં ઉપર જોયું, તો તે ફરિશ્તો જે મારી પાસે હીરા ગુફા આવ્યો હતો
અબૂ સલમા બિન્ અબ્દુર્ રહમાન વર્ણન કરે છે કે જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે, તેમણે કહ્યું: જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઇ તે સમય દરમિયાનની વાત કરતાં હતા, તેમણે હદીષમાં કહ્યું: «જયારે હું ચાલતો હતો, ત્યારે મેં આકાશમાંથી એક અવાજ સંભાળ્યો, મેં ઉપર જોયું, તો તે ફરિશ્તો જે મારી પાસે હીરા ગુફા આવ્યો હતો તે આકાશ અને જમીન વચ્ચે કુર્સી પર બેઠો હતો, હું ભયભીત થઇ ગયો અને ઘરે પાછો ફરી ગયો, તો મેં કહ્યું: મને કામળો ઓઢાવી દો, તો અલ્લાહએ આ આયતો ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો (૧), ઉઠો અને (લોકોને ખરાબ પરિણામથી) ડરાવો} [અલ્ મુદષષિર: ૧-૨] અહીં સુધી: {અને ગંદકીથી દૂર રહો} [અલ્ મુદષષિર: ૫], ત્યાર પછી વહી સતત આવવા લાગી».
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands ਪੰਜਾਬੀ Bahasa Indonesia Kiswahili ភាសាខ្មែរ Englishالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મિશનની શરૂઆતના સમયની એક વાત વર્ણન કરી, જ્યારે ટૂંક સમય માટે વહી રોકાઈ ગઈ હતી: હું મક્કાની ગલીઓમાં ચાલી રહ્યો હતો, અચાનક મેં આકાશમાંથી એક અવાજ સાંભળ્યો, મેં ઉપર નજર કરી જોયું તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ તે જ ફરિશ્તા હતા, જે હીરા ગુફામાં મારી પાસે આવ્યા હતા, આકાશ અને જમીન વચ્ચે એક કુર્સી પર બેઠા હતા, હું ભયભીત થઇ ગયો અને તેમનાથી ડરી ગયો, જેથી હું મારા ઘરવાળા પાસે પાછો આવ્યો અને કહ્યું: મને ચાદર ઓઢાવી દો. તો ઉચ્ચ અલ્લાહએ આ આયત ઉતારી: {હે (મુહમ્મદ) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો} કપડા ઓઢેલા, {ઉભા થાઓ} આમંત્રણ માટે, {ભયભીત કરો} અને તે લોકોને સચેત કરો જે તમારા પયગંબર હોવા પર ઈમાન ન લાવે. {અને તમારો પાલનહાર} અને તમારો ઇલાહ પાલનહાર {તેની મહાનતા વર્ણન કરો} તેના વખાણ અને મહાનતા વખાણ કરો. {અને તમારા કપડા} અને વસ્ત્રો {અને તેને શુદ્ધ કરો} તેને અશુદ્ધતાથી સાફ કરો {અને ગંદકીથી દૂર રહો} અર્થાત્ મૂર્તિ અને ખોટા દેવીદેવતાઓની પૂજાથી {અને તેનાથી સંપૂર્ણપણે દૂર રહો} તેને છોડી દો, ત્યાર પછી વહી મજબૂત અને સતત આવતી થઇ ગઈ.فوائد الحديث
{ઇકરા (પઢો)} વાળી આયત ઉતર્યા પછી થોડા સમય માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તરફ વહી આવવાનું બંધ થઇ ગયું હતું.
પસાર થઇ ગયેલ મુસીબતો વર્ણન કરવી અલ્લાહનો આભાર વ્યક્ત કરવા માટે જાઈઝ (યોગ્ય) છે.
{પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી} આ આયત પછી સૌ પ્રથમ આ આયત ઉતરી: {હે (મુહમ્મદ!) જે ચાદર ઓઢી સૂઈ રહ્યા છો}.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અલ્લાહની મહાન કૃપાનું વર્ણન કે અલ્લાહ કોઈ પણ અવરોધ વગર સતત વહી કરતો રહ્યો, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાથી જતા રહ્યા.
ઉચ્ચ અલ્લાહ તરફ લોકોને આમત્રિત કરવા, વિરોધ કરનારાઓને સચેત કરવા અને આજ્ઞાકારીઓને શુભસુચના આપવી જરૂરી છે.
નમાઝ માટે કપડા શુદ્ધ હોવા જરૂરી છે, અલ્લાહની આ આયતથી દલીલ લેવામાં આવી છે: {અને પોતાના કપડા પાક સાફ રાખો}.
ફરિશ્તાઓ અને તેમના કેટલાક કાર્યો પર ઈમાન લાવવું જરૂરી છે, જેની ક્ષમતા અલ્લાહએ તેમને આપી છે.
التصنيفات
Prophet's Lineage