જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની…

જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિવાયત કરે છે: એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી, તેણીની સાથે તેની બે બાળકીઓ પણ હતી, તેણે મારી પાસે કંઈક માગ્યું, પરંતુ તેને મારી પાસેથી એક ખજૂર સિવાય કંઈ જ ન મળ્યું, મેં તેને એક ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી અને પોતે તેમાંથી કંઈ જ ન ખાધું, પછી તે ઉભી થઇ જતી રહી, એટલા માંજ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, મેં સંપૂર્ણ કિસ્સો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે એક સ્ત્રી પોતાની સાથે તેની બે બાળકીઓ લઈને આવી, મારી પાસે તેણે કંઈક ખાવાનું માગ્યું, પરંતુ મારી પાસે એક ખજૂર સિવાય કંઈ જ ન હતું, મેં તેને તે ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર પોતાની બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી, અને પોતે કંઈ ન ખાધું, પછી તે ઉભી થઇ અને જતી રહી, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, આયશા રઝી અલ્લાહુ અન્હાએ સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વ્યક્તિની બાળકીઓ દ્વારા કસોટી કરવામાં આવી હોય અને જો તે વ્યક્તિ તેમની સાથે સારો વ્યવહાર કરે, તેમને શિષ્ટા શીખવાડે, તેમના ખાનપાનનો ખર્ચો ઉઠાવે, તેમને કપડાં પહેરાવે, અને સબર કરે, તો તેઓ જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે.

فوائد الحديث

છોકરીઓની સંભાળ રાખવી અને તેમના માટે પ્રયત્ન કરવો તે શ્રેષ્ઠ નેકીના કામો માંથી એક છે, જે વ્યક્તિને જહન્નમની આગથી બચાવે છે.

માનવી માટે પોતાની શમતા પ્રમાણે સદકો કરવો યોગ્ય છે, ભલેને તે થોડો પણ કેમ ન હોય.

માતાપિતાની પોતાના સંતાન પ્રત્યે અત્યંત મોહબ્બતનું વર્ણન.

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરની પરિસ્થિતિ અને મળેલ રોજી પર સંતુષ્ટતાનું વર્ણન.

નિ:સ્વાર્થ થઇ સદકો કરવાની મહત્ત્વતાનું વર્ર્ણ અને તે મોમિનોના ગુણો માંથી છે, ખરેખર આયશા રઝી અલ્લાહુ અન્હાએ પોતાના પર તે સ્ત્રી અને તેની બન્ને દીકરીઓને પ્રાથમિકતા આપી, જે તેમની અય્તંત જરૂરીયાત હોવા છતાં તેમની તેમની કરુણા અને દાન કરવાની તીવ્રતા દર્શાવે છે.

આ હદીષમાં બાળકીઓના ઉછેરમાં આવતી પરેશાની અને થાકના કારણે તેને કસોટી કહેવામાં આવ્યું; અથવા કેટલાક લોકો તેને નાપસંદ પણ કરે છે, અથવા તેમની પાસે કોઈ આવકનો સ્ત્રોત ન હોવાના કારણે પણ.

ઇસ્લામ સંપૂર્ણ અજ્ઞાનતાના સમયની કુટેવોને ખતમ કરવા માટે આવ્યો છે, જેમાં બાળકીઓનું સન્માન અને સભાળ રાખવાની પણ વસિયત કરવામાં આવી છે.

આ સવાબ એક બાળકીના ઉછેર પર પણ પ્રાપ્ત થઈ શકે છે, જેવું કે બીજી હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક, નફીલ કરવામાં આવતો સદકો