અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે…

અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે

અબૂ હુમૈદ સાઈદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બનૂ સુલૈમ નામના કબીલાની ઝકાત ઉઘરાવવા માટે જે ઈબ્ને લુત્બિય્યહ નામના વ્યક્તિને મોકલ્યા, જ્યારે તે માલ લેવા માટે આવ્યા તો કહેવા લાગ્યા: આ તમારો માલ છે (અથાત્ મુસલમાનોનો છે) અને આ મારો હદીયો છે. તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પછી તમે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત, તો હદીયો જાતે જ તમારા ઘરે આવી જતો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને ખુતબો આપ્યો અને અલ્લાહના વખાણ કર્યા, ફરી કહ્યું: «જુઓ, હું તમારા માંથી એક વ્યક્તિને એ કામ માટે જવાબદાર બનાવું છું, જે કામ માટે મને અલ્લાહએ જવાબદાર બનાવ્યો છે, પછી તે વ્યક્તિ આવે છે અને કહે છે કે આ માલ તમારો છે અને આ મને હદિયો આપવામાં આવ્યો છે, તેણે પોતાના માતા-પિતાના ઘરે જ બેસી રહેવું જોઈએ, ત્યાંજ તેનો હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે, જો કે હું તમારા માંથી તે દરેક વ્યક્તિને ઓળખી જઈશ, જે અલ્લાહ પાસે આ પ્રકારની સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે ઊંટ પકડી રાખ્યું હશે, જે અવાજ કરતું હશે, એવી જ રીતે ગાય લઇને આવશે, જે રડી રહ્યું હશે, એવી જ રીતે બકરી પણ, જે રડી રહી હશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ ઉઠાવ્યો, અહીં સુધી કે આપના બગલની સફેદી નજર આવી અને કહ્યું: «હે અલ્લાહ! શુ મેં પહોંચાડી દીધું?» આ શબ્દો કહેતા મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મારી આંખેથી જોયા અને મારા કાન વડે સાંભળ્યું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને જેમને ઈબ્ને લુત્બિય્યહના નામે લોકો ઓળખતા હતા, બનૂ સાલિમ કબીલાની ઝકાત વસૂલવા માટે મોકલ્યા, જ્યારે તેઓ હિસાબ કરી મદીનહ પાછા આવ્યા, તું ઈબ્ને લુત્બિય્યહ વ્યક્તિએ કહ્યું: આ તમારો માલ છે, જે મેં ઝકાતનો ભેગો કર્યો છે, અને આ મારો માલ છે, જે મને હદીયા (ભેટ) તરીકે મળ્યો છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારા માતા-પિતાના ઘરે જ કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત તો ત્યાં જ તમારો હદીયો પહોંચી જાત; જેના કામ માટે તમને નક્કી કરવામાં આવ્યા, તે કામ જ તમને હદીયો મળવાનું કારણ છે, જો તમે ઘરમાં હોત, તો તમને આ હદીયા ન મળતો, તેથી તમે તેને ફક્ત એટલે માન્ય ન સમજો કે આ (માલ) તમને ભેટ રૂપે આપવામાં આવ્યો છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર પર ચઢી ગયા અને ખુતબો આપ્યો, અને આપ ગુસ્સાની સ્થિતિમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના વખાણ કર્યા, તેની પ્રશંસા કરી, પછી કહ્યું: અલ્લાહના વખાણ પછી, અલ્લાહએ મને જે ઝકાત અને ગનીમતના માલની જવાબદારી સોંપી છે, તો હું તમારા માંથી તેને વસૂલવા માટે કોઇને જવાબદાર બનાવું છું, તો તે કામ પર જઈને આવીને મને કહે છે: આ તમારો માલ છે અને આ મારો માલ છે જે માણે ભેટ રૂપે આપવામાં આવ્યો છે! તો તે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, ત્યાં જ તેને હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે તે વસ્તુને પોતાના ગળા પર લટકાવી રાખી હશે, પછી ભલે તે ઊંટ હોય જે રડી રહ્યું હોય અથવા રડતી ગાય હોય કે બકરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ એટલો ઉંચો કર્યો કે અમને આપની બગલની સફેદી નજર આવી, અને કહ્યું: હે અલ્લાહ! મેં તારો નિર્ણય તમારા પહોંચાડી દીધો. પછી અબૂ હુમૈદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: મેં જાતે જ આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા અને મારા કાનથી સાંભળ્યું.

فوائد الحديث

શાસકે પોતાના કર્મચારીઓને સમજાવવું જોઈએ કે તેમના કામમાં શું જરૂરી છે અને શું પ્રતિબંધિત છે.

જે વ્યક્તિ અન્યાયી રીતે લોકોનો માલ લેશે, આ હદીષમાં તેને સખત ચેતવણી આપવામાં આવી છે.

જે કોઈ જાલિમ વ્યક્તિએ જે કંઈ પણ વસ્તુ બાબતે અત્યાચાર કર્યું હશે, તે કયામતના દિવસે તેને લઈને આવશે.

કોઈપણ રાજ્યના કામમાં કર્મચારીની ફરજ છે કે તેને જે સોંપવામાં આવ્યું હોય તે કરે, તેને પોતાના કામના સંદર્ભમાં ભેટો લેવાની પરવાનગી નથી, અને જો તે ભેટો લે, તો તેણે તેને બૈતુલમાલમાં જમા કરાવવી જોઈએ, તેને પોતાના માટે લેવાની પરવાનગી નથી; કારણ કે તે દુષ્ટતા અને વિશ્વાસઘાતનો સ્ત્રોત છે.

ઈમામ ઇબ્ને બત્તાલ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ સૂચવે છે કે કર્મચારીને આપવામાં આવતી ભેટ સામાન્ય રીતે તેની દયા બદલ આભાર વ્યક્ત કરવા અથવા તેની મોહબ્બત પ્રાપ્ત કરવા થવા તે આશા સાથે કે તે કાયદાના અમલીકરણમાં (તેમનો) પક્ષપાત બતાવશે, તેથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે આ વિષે તે પણ અન્ય મુઅસલમનો માફક જ છે, અને તેમને આ બાબતમાં તેમના પર કોઈ પ્રાથમિકતા નથી, તેથી તેમના માટે યોગ્અય નથી કે તેઓ આ પ્રમાણેની કોઈ ભેટો લે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ જણાવે છે કે કર્મચારીઓને ભેટ આપવી હરામ અને તે ગલૂલ (યુદ્ધના માલમાં ચોરી) નો એક પ્રકાર ગણવામાં આવશે; કારણકે કર્મચારીએ પોતાની અમાનત અને જવાબદારીમાં વિશ્વાસઘાત સાથે દગો કર્યો ગણાશે અને આ જ કારણે હદીષમાં તેની સજા વર્ણન કરવામાં આવી કે કયામતના દિવસે તેને જે કઈ ભેટો આપવામાં આવી છે તે લઈને આવશે, જેમ કે યુદ્ધના માલમાં ચોરી કરવાનો ઉલ્લેખ છે, તેથી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષમાં ભેટો લેવાની પ્રતિબંધતાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવ્યું કે આ ભેટ મળવાનો કારણ તમારો હોદ્દો છે, તે વ્યક્તિ વિરુદ્ધ જે સરકારી કર્મચારી નથી; કારણકે આ પ્રકારની ભેટોનો હેતુ ભલામણ હોય છે.

ઈમામ ઇબ્ને અલ્ મુનીર રહિમહુલ્લાહએ કહ્યું: તેમના કહ્યા પરથી સમજાય છે: "તે પોતાના પિતા અને માતાના ઘરે કેમ ન બેઠો?" જે વ્યક્તિ પહેલા ભેટ આપતો હતો તેની પાસેથી ભેટ સ્વીકારવી માન્ય છે. ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ખરેખર આ ફક્ત તે જ સ્થિતિમાં માન્ય છે જયારે ભેટ પહેલાના રીવાજ કરતા વધુ ન હોય.

સલાહ આપવામાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો સામાન્ય છે તે વ્યક્તિની બદનામી નહીં.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: કર્મચારી પાસે તેની જવાબદારી બાબતે હિસાબ લેવો જાઈઝ છે.

ઈમામ ઇબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: ભૂલ કરનારને ઠપકો આપવો જાઈઝ છે.

દુઆમાં હાથ ઉઠાવવા મુસ્તહબ છે.

التصنيفات

ભેટ અને હદિયો આપવો, ઇમામની ફરજો