આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા

અસ્વદ બિન્ યઝીદ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં શું કરતા હતા? આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ સવાલ કરવામાં આવ્યો કે આપની સ્થિતિ ઘરમાં શું હતી? આપ કંઈ રીતે રહેતા હતા? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા, તે દરેક કામ કરતા, જે લોકો પોતાના ઘરમાં કરતા હોય છે, તેઓ ઘરના લોકોની સેવા કરવામાં વ્યસ્ત રહેતા, બકરીનું દૂધ દોહતા, કપડાં સીવતા, ચપ્પલ સીવતા અને ડોલ બરાબર કરતા, જ્યારે નમાઝનો સમય થઈ જતો, તો નમાઝ માટે જતા.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિનમ્રતા અને પોતાના ઘરવાળોઓ સાથે સદ્ વ્યવહાર.

દુનિયાના કાર્યો બંદાને નમાઝથી ગાફેલ ન કરે.

નમાઝને તેના પ્રથમ સમયમાં પઢવા બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચોક્કસ ધ્યાન આપતા હતા.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં વિનમ્રતા અપનાવવા, ઘમંડનો ત્યાગ અને પુરુષને પોતાના પરિવારની સેવા કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

التصنيفات

આપ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમની પત્નીઓ અને તેમના ઘરની પરિસ્થિતિ, સ્ત્રી અને પુરુષ વચ્ચેનો સંબંધ