إعدادات العرض
અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરઅત (કુરઆનની તિલાવત) કેમની હતી? તો…
અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરઅત (કુરઆનની તિલાવત) કેમની હતી? તો તેમણે કહ્યું: «મદની સાથે
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરઅત (કુરઆનની તિલાવત) કેમની હતી? તો તેમણે કહ્યું: «મદની સાથે», પછી {બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ} [સૂરે ફાતિહા: ૧] પઢીને બતાવ્યું, અને બિસ્મિલ્લાહના લામને, રહમાનના મિમને તેમજ રહીમની હાને ખેંચીને પઢતા હતા.
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Bahasa Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ Englishالشرح
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુને સવાલ પૂછવામાં આવ્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆન મજીદની કિરઆત કંઈ રીતે કરતા હતા? તો તેમણે કહ્યું: મદ કરતા આપનો અવાજ બુલંદ થતો અને ખેંચીને પઢતા; અલ્લાહના નામમાં હા પહેલા લામને ખેંચીને પઢતા, રહમાનમાં નૂન પહેલા મિમને ખેંચીને પઢતા અને રહીમમાં હાને ખેંચીને પઢતા હતા.فوائد الحديث
હુરુફે મદ્દહ એટલે કે અલિફે મદ્દ્હ, વાવ મદ્દ્હ અને યા મદ્દ્હમાં ઇશબાઅ એટલે કે સહેજ ખેંચીને પઢવું, જ્યારે અલિફ, યા અને વાવ પર જઝ્મ અને તેના પહેલા યોગ્ય હરકાત, જેમકે અલીફ પહેલા ઝબર, તેમજ યા પર પહેલા ઝેર અને વાવ પહેલા પેશ હોય તો, ખેંચીને પઢવામાં આવશે.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કુરઆન પઢવાના તરીકાનું વર્ણન.
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કેવી રીતે કુરઆન પઢતા હતા, તેના અમલી નમુનાનું વર્ણન.
ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: તેમનું કથન: (તે પોતાનો અવાજ લંબાવે છે અને ખેંચે છે), એટલે કે તે લંબાવવા માટે યોગ્ય અક્ષરો લંબાવે છે, તેનો ઉપયોગ ચિંતન-મનન અને યાદ રાખનારાઓને યાદ અપાવવા માટે કરે છે.
તજવીદ અને કુરઆનના જ્ઞાન શીખવાની મહત્ત્વતા.
બાબતોને સમજવા માટે આલિમોની સલાહ અને સમજૂતી લેવી જરૂરી છે, જેવું કે લોકોએ અનસ રઝી અલ્લાહુ અન્હુને સવાલ કર્યો.
التصنيفات
તજવીદની જ્ઞાન