લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે

લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મસ્જિદમાં એઅતિકાફ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની કિરઅત કરતા સાંભળ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો હટાવ્યો અને કહ્યું: «લોકો તમારા માંથી દરેક પોતાના પાલનહારને પોકારી રહ્યો છે, માટે કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, અને તમારા માંથી કોઈ એકબીજાની તિલાવતમાં અવાજ ઉંચો ન કરે», અથવા કહ્યું: નમાઝ પઢતા પોતાનો અવાજ ઉંચો ન કરશો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા માટે મસ્જિદના ખૂણે એઅતિકાફમાં બેઠા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાંક લોકોને ઊંચા અવાજે કુરઆન મજીદની તિલાવત કરતા સાંભળ્યા, જેના દ્વારા અન્ય લોકોને તકલીફ થઈ રહી હતી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પડદો હટાવ્યો અને તેમને આ કામ પર ટોકયા અને ગુસ્સે થયા અને કહ્યું: તમારા માંથી દરેક કુરઆન મજીદની તિલાવત કરી પોતાના પાલનહારને પોકારે, તો ઊંચા અવાજે ન પોકારે અને એકબીજાને તકલીફ પણ ન આપે, અને તિલાવત કરતા અથવા નમાઝ પઢતી વખતે અવાજ ઉંચો ન કરે.

فوائد الحديث

કુરઆન મજીદ ઊંચા અવાજે પઢવા પર રોક લગાવી છે, જ્યારે કોઈને તકલીફ થતી હોય.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સાથીઓને કુરઆન મજીદની તિલાવત કરવાના કેટલાક આદાબ શીખવાડ્યા.

التصنيفات

કુરઆનની તિલાવત કરવાના આદાબ