إعدادات العرض
અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા
અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: યહૂદીના એક વ્યક્તિએ ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: હે મોમિનોના અમીર!, અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા, તેમણે કહ્યું: કંઈ આયત? તે વ્યક્તિએ કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો} [માઈદહ: ૩], ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું જાણું છું અને આયત જે જગ્યાએ ઉતરી, તે જગ્યાને પણ જાણું છું, આ આયત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અરફહમાં જુમ્માના દિવસે ઉતરી.
الترجمة
العربية Português دری Македонски Magyar Tiếng Việt ქართული Bahasa Indonesia Kurdî বাংলা ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ Englishالشرح
એક યહૂદી વ્યક્તિ મોમિનોના અમીર ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને કહ્યું: કુરઆન મજીદમાં તમે એક આયત પઢો છો, જો તે આયત યહૂદી પંથ માટે ઉતરતી, અર્થાત્ અમારી કિતાબ તૌરાતમાં, તો અમે તે દિવસને ઈદનો દિવસ મનાવતા, આ મહાન આયત ઉતારી, તે બદલ પાલનહારનો આભાર વ્યક્ત કરતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કંઈ આયત છે? તેણે કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો}. ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું પણ જાણું છું અને જે જગ્યા પર આ આયત ઉતરી તે જગ્યાને પણ જાણું છું, આ ઈદના દિવસે ઉતરી અને તે જુમ્માનો દિવસ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે અરફહમાં ઉભા હતા, અને તે બન્ને દિવસો મુસલમાન માટે મહાન છે.فوائد الحديث
તે વાતનું વર્ણન કે ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કંઈ રીતે આયત ઉતરવાના દિવસ અને જગ્યાને કાળજી રાખી અને ધ્યાન કર્યું.
આ આયતમાં વર્ણન કરવામાં આવ્યું છે કે અલ્લાહએ આ ઉમ્મત પર ભવ્ય ઉપકાર કર્યો કે તેણે સંપૂર્ણ દીન આપ્યો, અને પોતાની સંપૂર્ણ નેઅમત પૂર્ણ કરી, ત્યારબાદ હવે કોઈ પણ દીન બાબતે અન્ય આદેશની જરૂરત નથી, હવે જે કોઈ દીન બાબતે કુરઆન અને હદીષ વગર કોઈ નવી વાત કહેશે, જેનો પુરાવો કુરઆન હદીષમાં ન હોય તો તે સ્પષ્ટ ગુમરાહી અને પથભ્રષ્ટતા ગણવામાં આવશે, જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે કોઈ એવી વાત કહેશે, જેનો દીનમાં કોઈ પુરાવો નથી, તો તે વાત અમાન્ય અને રદ કરવામાં આવશે.
આ હદીષનો અર્થ એ રીતે સમજી શકાય છે કે ઈદના દિવસો અભિપ્રાય અથવા શોધ દ્વારા સ્થાપિત થતા નથી, જેમ કે એહલે કિતાબના લોકો નક્કી કરતા હતા; તેના બદલે, તે શરીઅતના કાયદા અને તેના પાલન દ્વારા સ્થાપિત થાય છે, આ આયત, જે ઇસ્લામ દીનની પૂર્ણતા અને અલ્લાહની ભવ્ય નેઅમત પૂર્ણતાને સમાવે છે, તે અલ્લાહ દ્વારા બે કારણોસર આ રાષ્ટ્ર માટે ઈદ તરીકે નિયુક્ત દિવસે નાઝીલ કરવામાં આવી હતી: પ્રથમ, તે સાપ્તાહિક રજા છે, જે શુક્રવાર છે, બીજું કે તે હાજીઓની ઈદનો દિવસ છે, તેમનો ભવ્ય દિવસ અને સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ છે.
ઈમામ સઅદી રહિમહુલ્લાહએ આ આયતની તફસીર વર્ણન કરતા કહ્યું: {આજના દિવસે મેં તમારા માટે દીને ઇસ્લામ પૂર્ણ કર્યો} દરેક પ્રકારની મદદ પૂર્ણ કરી, જાહેર અને આંતરિક રીતે શરીઅત પૂર્ણ કરી, કાયદાકીય રીતે તેમજ દરેક રીતે દીન પૂર્ણ કર્યો, એટલા માટે કુરઆન અને હદીષના ધાર્મિક કાયદાના મુદ્દાઓમાં, તેના મૂળભૂત સિદ્ધાંતો, તેની શાખાઓ બંનેમાં સંપૂર્ણ રીતે પૂરતા છે, દરેક ઢોંગી લોકો એમ સમજે છે કે દીન સમજવા માટે તેના અકીદા અને આદેશની શિક્ષા માટે કુરઆન અને હદીષ વગર અન્ય વસ્તુઓનો પણ આધાર લેવો પડશે, ઇલ્મે કલામ (ધર્મશાસ્ત્ર) વગેરે જેવા માર્ગનો, તો તે સ્પષ્ટ અજ્ઞાની છે અને પોતાના દાવામાં જૂઠો છે, તેમણે દાવો કર્યો કે ધર્મ ફક્ત તે જ કહે છે અને બોલાવે છે તેનાથી જ પૂર્ણ થાય છે, અને આ અલ્લાહ તેમજ તેના રસૂલ પ્રત્યેનો સૌથી મોટો અન્યાય અને અજ્ઞાનતાનો કૃત્ય છે, {મેં આ ભવ્ય નેઅમત પૂર્ણ કરી} દરેક જાહેર અને બાતેન {તમારા માટે દીન ઇસ્લામ પ્રત્યે ખુશ થઈ ગયો} એટલે કે, મેં તેને તમારા માટે ધર્મ તરીકે પસંદ કર્યો છે અને હું રાજી છું, જેમ મેં તમને તેના માટે પસંદ કર્યા છે, તેથી તેને તમારા પાલનહારનો આભાર તરીકે કરો, અને તે વ્યક્તિની પ્રશંસા કરો જેણે તમને શ્રેષ્ઠ, સૌથી માનનીય અને સૌથી સંપૂર્ણ દીન આપ્યા છે.
التصنيفات
સૂરતો અને આયતોની મહત્ત્વતાઓ