તમે પોતાના મૃતકોને લા ઇલાહ ઇલ્લલ્લાહ પઢવાનું યાદ અપાવો

તમે પોતાના મૃતકોને લા ઇલાહ ઇલ્લલ્લાહ પઢવાનું યાદ અપાવો

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે પોતાના મૃતકોને લા ઇલાહ ઇલ્લલ્લાહ પઢવાનું યાદ અપાવો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પ્રોત્સાહિત કર્યા કે જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય, તેની સમક્ષ આપણે લા ઇલાહ ઈલ્લલ્લાહ કહેતા રહીએ અહીં સુધી કે તે કહી દે, જેથી તેના અંતિમ શબ્દો તે જ હોય.

فوائد الحديث

જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય તેને લા ઇલાહ ઈલ્લાહ પઢવાની તાકીદ કરવી.

જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય, તેની સમક્ષ વધુ પડતા શબ્દો કહેવું સારું નથી, ફક્ત તેને ઈશારો કરવામાં આવે અથવા આગ્રહ કરવામાં આવે, જેથી તે સમજી અને કંટાળે નહીં અને ન તો અયોગ્ય વાત કહે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જો તે એકવાર કહી લે, તો તેને વારંવાર કહેવામાં ન આવે, જ્યાં સુધી તે અન્ય શબ્દો ન કહે, જો તે અન્ય શબ્દો કહે, તો તેને વિનમ્રતા પૂર્વક ઈશારો કરવામાં આવે, જેથી તેના અંતિમ શબ્દો તૌહીદના હોય.

આ હદીષમાં જે વ્યક્તિ મૃત્યુની નજીક હોય, તેના ઘરે જવું, તેને લા ઇલાહ ઈલ્લલ્લાહ કહેવાની યાદ અપાવવી, તેને દિલાસો આપવો, આંખો બંધ કરવી અને તેના અધિકારો પુરા પાડવા, દરેકનો સમાવેશ થાય છે.

મૃત્યુ અથવા દફન કર્યા પછી (કુરઆન પઢવું) જાઈઝ નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ પ્રમાણે કર્યું નથી.

التصنيفات

મૃત્યુ અને તેના વિશેના આદેશો