ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ…

ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામની શરૂઆત અજાણતાની સ્થિતિમાં થઇ પછી નજીકમાં જ તે સ્થિતિમાં આવી જશે, જેનાથી શરૂઆત થઈ હતી, શુભસુચના છે, અજાણ લોકો માટે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે ઇસ્લામની શરૂઆત એક નવીનતારૂપે થઈ તેમજ તેના અનુયાયીઓ પણ ઓછા હતા, એ જ પ્રમાણે તે પાછો આવશે, ઘણા ઓછા લોકો તેનું પાલન કરતા હશે, અજાણીયા લોકો માટે ખુશખબર છે, ખુશી છે તેમના માટે અને શાંતિ હશે.

فوائد الحديث

એ વાતની જાણ કે ઇસ્લામ ફેલાવ્યા અને વિખ્યાત થયા પછી ફરીવાર અજાણ બની જશે.

આ હદીષમાં નબૂવ્વતની નિશાનીઓ માંથી એક નિશાની પણ છે, જેમ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પછી થનારી બાબત વિષે જણાવ્યું, તે પ્રમાણે થયું પણ.

ઇસ્લામ માટે પોતાનો વતમ અને ખાનદાન છોડી હિજરત કરવાની મહત્ત્વતા, અને એ કે તેમને જન્નત મળશે.

અજાણ્યા તે લોકો છે જે લોકોની પથભ્રષ્ટાને સુધારે છે, જે લોકોએ પથભ્રષ્ટા ફેલાવી છે તેને સુધારે છે.

التصنيفات

સદાચારી લોકોના સ્થિતિ