જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો

જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે લોકનો આભાર વ્યક્ત નથી કરતો તે અલ્લાહનો પણ આભાર વ્યક્ત નથી કરી શકતો».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ લોકોની નેકી અને ભલાઈ પર તેમનો આભાર વ્યક્ત નથી કરતો તે સામાન્ય રીતે અલ્લાહનો આભાર વ્યકત નથી કરતો, તેનું કારણ એ છે કે બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે, કેમ કે લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત ન કરવો, તે તેની આદત અને ફિતરત છે, એવી જ રીતે અલ્લાહએ આપેલ નેઅમતોનો આભાર વ્યકત ન કરવો તેની લાપરવાહી અને આદત છે.

فوائد الحديث

લોકોના સારા વ્યવહાર પર તેમનો આભાર વ્યક્ત કરવાની મહત્ત્વતા.

ખરેખર નેઅમતો આપનાર તો અલ્લાહ જ છે, અને સર્જન એક માધ્યમ છે, જેના દ્વારા સર્વશ્રેષ્ઠ અલ્લાહ જેના માટે ઈચ્છે છે, તેના માટે આધીન બનાવે છે, તેથી લોકોનો આભાર વ્યક્ત કરવો અલ્લાહના આભાર વ્યકત કરવા માંથી છે.

લોકોની દયા બદલ તેમનો આભાર માનવો તે સંપૂર્ણ ચારિત્ર્યનો પુરાવો છે.

التصنيفات

પ્રસંશનીય અખલાક