إعدادات العرض
નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા…
નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે, અને બંદો નફિલ કાર્યો દ્વારા પણ મારી નિકટતા પ્રાપ્ત કરી શકે છે, અહીં સુધી કે હું તેનાથી મોહબ્બત કરવા લાગુ છું, જ્યારે હું તેનાથી મોહબ્બત કરું છું, તો હું તેનો કાન બની જાઉં છું, જેનાથી તે સાંભળે છે, તેની આંખ બની જાઉં છું, જેનાથી તે જુવે છે, તેનો હાથ બની જાઉં છું, જેનાથી તે પકડે છે, તેનો પગ બની જાઉં છું, જેનાથી તે ચાલે છે, જો તે મારી પાસે માંગે, તો હું તેને જરૂર આપું છું, અને જો તે મારું શરણ માગે તો હું જરૂર તેને શરણ આપું છું».
الترجمة
العربية Español አማርኛ English اردو Indonesia বাংলা Français Türkçe Русский Bosanski සිංහල हिन्दी 中文 فارسی Tiếng Việt Tagalog Kurdî Hausa Português മലയാളം తెలుగు Kiswahili தமிழ் မြန်မာ ไทย Deutsch پښتو অসমীয়া Shqip Nederlands Кыргызча नेपाली Lietuvių دری Српски тоҷикӣ Kinyarwanda Magyar Čeština Moore Malagasy Oromoo ಕನ್ನಡ Wolof Azərbaycan O‘zbek Українська ქართული Македонски ភាសាខ្មែរ Bambara ਪੰਜਾਬੀ मराठी Kirundi Kurmancî Bahasa Melayuالشرح
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષે કુદસીમાં જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: જેણે મારા વલીઓ માંથી કોઈ વલીને તકલીફ આપી, નારાજ કર્યો, તેના પ્રત્યે દ્વેષ રાખ્યો, મારા તરફથી તેની વિરુદ્ધ યુદ્ધની ઘોસણા છે. વલી અર્થાત: પરહેજગાર (ડરવાવાળો) મોમિન, જે વ્યક્તિ જેટલો ડરવાવાળો અને જેટલા અંશ સુધી તેનું ઇમાન હશે, અલ્લાહની દોસ્તી તેને એટલી જ નસીબ થશે, મુસલમાન અલ્લાહની નિકટતા જે અમલ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, અલ્લાહ પાસે તેમાંથી સૌથી વધુ પ્રિય વસ્તુ અલ્લાહએ અનિવાર્ય કરેલ અમલ છે, જેમાં ઇતાઅત (અનુસરણ) અને બુરાઈથી બચવું બન્નેનો સમાવેશ થાય છે, મુસલમાન ફર્ઝ કાર્યોની સાથે સાથે નફીલ કાર્યો દ્વારા પણ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે, અને એક સમય આવે છે કે તેને અલ્લાહની મોહબ્બત મળી જાય છે, જ્યારે અલ્લાહ તેનાથી મોહબ્બત કરશે તો નીચે વર્ણન કરવામાં આવેલ શરીરના અલગ અલગ ચાર અંગોને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે છે. તેના કાનને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ સાંભળે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના આંખને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ જુએ છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના હાથને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ પકડે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના પગને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ તરફ ચાલે છે, જે અલ્લાહને પસંદ હોય છે, અને તે જ કામ કરે છે જેમાં ભલાઈ હોય. સાથે સાથે જો તે અલ્લાહ પાસે કંઈ વસ્તુની માંગણી કરે, તો અલ્લાહ તેને જરૂર આપે છે, તેની દુઆ કબૂલ થાય છે, જો તે અલ્લાહનું શરણ માંગે, તો અલ્લાહ તેને નસીબ કરે છે, અને દરેક ભયજનક વાતોથી તેને છુટકારો આપે છે.فوائد الحديث
આ તે હદીષ છે જેને નબી ﷺ એ પોતાના પાલનહાર તરફથી વર્ણન કરી, અને આ હદીષને હદીષે કુદસી અથવા ઇલાહી કહેવામાં આવે છે, અને તેમાં શબ્દો અને અર્થો અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા કોઈ ગુણ હોતા નથી, જે ફક્ત કુરઆન માટે જ છે, જેમકે કુરઆનની તિલાવત કરવી એક ઈબાદત છે, તેને સ્પર્શ કરવા માટે પાક હોવું જરૂરી છે, અને તે એક મુઅજિઝો છે, વગેરે.
અલ્લાહના વલીઓને ઇજા પહોંચાડવાથી રોકવામાં આવ્યા છે, અને તેમની મહાનતા સ્વીકારવા અને તેમની સાથે મોહબ્બત કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.
આ હદીષમાં અલ્લાહના દુશ્મનો સાથે દુશ્મની કરવી અને તેમની સાથે સંબંધ રાખવાથી રોકવામાં આવ્યા છે.
જે વ્યક્તિ અલ્લાહની શરીઅતનું અનુસરણ કર્યા વિના તેના વલી હોવાનો દાવો કરે તો તે પોતાના દાવામાં જૂઠો છે.
અલ્લાહએ વાજિબ કરેલ કાર્યો કરી અને તેણે હરામ કરેલ કાર્યોથી બચીને અલ્લહનો વલી બની શકાય છે.
વાજિબ કાર્યો કરી, અને હરામ કાર્યોથી બચીને જો બંદો નાફિલ કાર્યો કરે તો તે તેના માટે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરવાનો અને દુઆઓ કબૂલ કરાવવાનો એક મહત્તમ સ્ત્રોત છે.
આ હદીષ વલીઓના સન્માન અને તેમના ઉચ્ચ દરજ્જાને દર્શાવે છે.
