તૌહીદે અસ્મા વ સિફાત

તૌહીદે અસ્મા વ સિફાત

2- અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે