إعدادات العرض
હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું
હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français Tiếng Việt සිංහල Hausa Kurdî Kiswahili Português தமிழ் Русский Nederlands অসমীয়া አማርኛ پښتو ไทยالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું બંદા વિષે તેના વિચાર પ્રમાણે અભિપ્રાય રાખું છું, તેથી હું બંદા સાથે તેના વિચારધારાઓ પ્રમાણે જ વ્યવહાર કરું છું, જો તે માફી અને આશાની ઉમ્મીદ રાખે તો હું પણ તેની સાથે તે જ કરીશ, જે તે મારા પ્રત્યે અભિપ્રાય રાખશે, ભલેને તે સારો હોય કે અન્ય કોઈ, અને જો તે મને યાદ કરશે, તો હું તેની સાથે મદદ, તૌફીક, માર્ગદર્શન અને તેની સુરક્ષા સાથે વર્તન કરીશ. બસ જે વ્યક્તિ પોતાના મનમાં અને એકાંતમાં મારી પવિત્રતા અને મારા ઇલાહ હોવાને યાદ કરશે, તો હું પણ તેને મારા મનમાં યાદ કરીશ. અને જો તે મને કોઈ બેઠકમાં યાદ કરશે; તો હું તેને તેના કરતાં વધુ શ્રેષ્ઠ બેઠકમાં તેણે યાદ કરીશ. અને જે વ્યક્તિ એક વેંત બરાબર મારી નિકટતા પ્રાપ્ત કરશે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવીશ. અને જો તે એક હાથ બરાબર મારી નજીક આવશે તો હું બંને હાથ ફેલાવવા બરાબર તેની નજીક આવીશ. અને જો તે મારી પાસે ચાલીને આવશે તો હું તેની પાસે દોડીને આવીશ. બસ જ્યારે બંદો પોતાના પાલનહારના અનુસરણ દ્વારા તેની નિકટતા પ્રાપ્ત કરે છે, તો પાલનહાર તેના કાર્યોના બદલામાં તેની નજીક આવે છે, અને કાર્યોનો બદલો તેના પ્રમાણે જ આપવામાં આવે છે. બંદાની બંદગી જેટલી વધારે હશે તે તેનાથી એટલો જ નજીક હશે, અને અલ્લાહની કૃપા બંદાના કાર્યો અને મહેનત કરતાં ખૂબ જ વધારે છે, મુખ્ય વાત એ છે કે અલ્લાહનો સવાબ અમલની ગુણવત્તા અને ગણતરી પ્રમાણે હોય છે. બસ મોમિન અલ્લાહ પ્રત્યે સારું અનુમાન રાખે છે, અને સત્કાર્યો કરે છે, ઉતાવળ કરે છે, અને ખૂબ જ વધારે કાર્યો કરે છે અહીં સુધી કે તેની મુલાકાત તેની સાથે થઈ જાય.فوائد الحديث
આ હદીષ તે હદીષો માંથી છે કે જેમાં નબી સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદ્સી કહેવામાં આવે છે, જેના શબ્દ અને અર્થ અલ્લાહ તરફથી હોય છે, કુરઆન જેવા લક્ષણો તેમાં નથી હોતા, જે તેને પ્રભુત્વ આપતા હોય, જેવું કે તેની તિલાવત એક ઈબાદત છે, તેના માટે પાકી જરૂરી છે, તેના વિષે પડકાર આપવામાં આવ્યો હોય, તે એક મુઅજિઝો છે, અને તે વગર પણ.
ઈમામ આજુરી રહિમહુલ્લાહએ કહ્યું: સત્ય લોકો અલ્લાહના ગુણોને તે પ્રમાણે જ વર્ણન કરે છે, જે પ્રમાણે અલ્લાહએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ વર્ણન કર્યા છે, આ તે આલિમોના મત છે, જેમણે તેમનું અનુસરણ કર્યું અને બિદઅત ન કરી. તેમની વાત પૂર્ણ થઈ. જેથી અહલે સુન્નત વલ્ જમાઅત અલ્લાહના નામો અને ગુણોને તેમાં ફેરફાર, ઇન્કાર, ઉદાહરણ, અને સમાનતા વગર સાબિત કરે છે, અને તેઓ અલ્લાહ તરફથી તે વસ્તુને નકારે છે, જેન અલ્લાહએ નકારી છે, અને તે બાબતોમાં ચૂપ રહે છે, જેના વિષે સાબિત કરવા અથવા નકારવા બાબતે કોઈ વાત વર્ણન કરવામાં નથી આવી, અલ્લાહ તઆલાએ કહ્યું: {કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે}.
અલ્લાહ સાથે સારું અનુમાન રાખવાની સાથે સાથે સત્કાર્યો પણ જરૂરી છે, ઈમામ હસન બસરી રહિમહુલ્લાહએ કહ્યું: મોમિન પોતાના પાલનહાર સાથે સારું અનુમાન રાખે છે, અને સત્કાર્યો કરે છે, અને ગુનેગાર પોતાના પાલનહાર સાથે ખરાબ અનુમાન ધરાવે છે અને કૃત્યો પણ ખરાબ કરે છે.
ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: કહેવામાં આવ્યું: "હું મારા બંદા સાથે તેના અનુમાન પ્રમાણે છું" તેનો અર્થ: દુઆ કરતી વખતે તે સ્વીકારવાની આશા રાખે છે, તૌબા કરતી વખતે તેને કબૂલ થવાની આશા રાખે છે, અને માફી માંગતી વખતે ગુનાહો માફ થવાની આશા રાખે છે, અને તે અલ્લાહના વચન પ્રમાણે તેની શરતો પ્રમાણે ઈબાદત કરી તેના દ્વારા સવાબ પ્રાપ્ત કરવાની આશા રાખે છે, એટલા માટે માનવીએ ફરજો બજાવવામાં ખૂબ મહેનતી હોવું જોઈએ, અને તેને યકીન હોવું જોઈએ કે અલ્લાહ તેને કબૂલ કરશે અને તેને માફ કરશે; કારણકે તેણે વચન આપ્યું છે, અને તે ક્યારેય પોતાનું વચન તોડતો નથી, પરંતુ જો કોઈને શંકા અથવા અનુમાન હોય કે અલ્લાહ તેને દુઆ કબૂલ નહીં કરે, તો તેનાથી તેને કોઈ ફાયદો નહીં થાય, અને આ પ્રમાણે તે અલ્લાહની કૃપાથી નાસીપાસ થઈ જશે અન તે મોટો ગુનોહ છે, અને જે વ્યક્તિ આ પ્રકારના અકીદા અને વિચારધારા સાથે મૃત્યુ પામશે તો તેને તેના વિચારોને જ સોંપી દેવામાં આવશે, જેવુ કે હદીષની બીજી રિવાયતોમાં વર્ણન કરવામાં આવ્યું: "મારો બંદો મારા પ્રત્યે જે ઈચ્છે તે અનુમાન રાખે", અને કહ્યું: અને જો સતત ગુનાહો સાથે માફીની આશા રાખે, તો તે સંપૂર્ણ અજ્ઞાનતા અને બેદરકારી સિવાય બીજું કંઈ નથી.
જબાન વડે ખૂબ જ અલ્લાહનો ઝિક્ર કરવા પર ઉભાર્યા છે, પોતાના મનમાં, દિલમાં અલ્લાહનો ભય રાખી તેની મહાનતા અને અધિકારો યાદ રાખવા, અને તેનાથી ડર રાખે, તેની સાથે મોહબ્બત કરે અને સારું અનુમાન ધરાવે, અને નિખાલસ થઈ કાર્યો કરે, અને જબાન વડે કહે: "સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુલિલ્લાહિ, વલા ઈલાહ ઈલ્લલ્લાહુ, વલ્લાહુ અક્બર, વલા હવ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને અલ્લાહ સૌથી મોટો છે, અલ્લાહની તૌફીક અને મદદ વગર ન તો ગુનાહથી બચવાની ક્ષમતા છે અને ન તો નેકી કરવાની ક્ષમતા).
ઈબ્ને અબી જુમરહએ કહ્યું: જે વ્યક્તિ તેને ભયના સમયે યાદ કરશે તો તે સુરક્ષિત થઈ જશે, અથવા તે એકલો તેના પર ગાલિબ આવી જશે.
"શિબ્ર" એક વેંત જેટલો હાથ ફેલાવવો: નાની આંગળીના બોળખાથી લઈ અંગૂઠાના બોળખા દરમિયાનની જગ્યા જ્યારે હથેળીને ફેલાવવામાં આવે, "અઝ્ ઝિરાઅ" હાથ: બીજી આંગળીના બોળખા થી લઈ કોળી સુધીના હડકા દરમિયાનની જગ્યા, "અલ્ બાઅ" લંબાઈ: માનવીની ઉપરના બાજુની લંબાઈ અને તેની છાતીની પહોણાઈ, જે ચાર હાથ બરાબર હોય છે.