અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને…

અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા કોઈ મોમિન પર તેની નેકિઓનો બદલો આપવામાં સહેજ પણ જુલમ નથી કરતો, તેનો બદલો તેને દુનિયામાં પણ આપે છે અને આખિરતમાં પણ તેને બદલો આપશે, અને કાફિરની નેકિઓનો બદલો દુનિયામાં આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, જેનો બદલો આપવામાં આવે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે મોમિનો સાથે અલ્લાહ તઆલાની ભવ્ય કૃપા, અને કાફિરો સાથે સંપૂર્ણ ન્યાયનું વર્ણન કર્યું છે. જ્યાં સુધી મોમિનની વાત છે તો તેની એક નેકીના સવાબમાં સહેજ પણ ઓછો કરવામાં નથી આવતો, પરંતુ તેના અનુસરણના બદલામાં તેને દુનિયામાં પણ ભલાઈ મળે છે અને આખિરતમાં પણ તેનો સવાબ એકઠો કરી લેવામાં આવે છે અને કેટલીક વાર તો તેનો સંપૂર્ણ બદલો આખિરતમાં સુરક્ષિત કરી લેવામાં આવે છે. અને કાફિરની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવે છે, જ્યારે તે આખિરતમાં પહોંચશે તો તેની પાસે કોઈ નેકી નહીં હોય, કારણકે તેની નેકીઓનો બદલો તેને દુનિયામાં જ આપવામાં આવી ગયો છે; કારણકે જે પણ નેક કાર્ય જે દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડે છે, તેના માટે જરૂરી છે કે તે કાર્ય કરવા વાળો મોમિન હોય.

فوائد الحديث

જે વ્યક્તિ કુફ્રની સ્થિતિમાં મૃત્યુ પામશે તેને તેનો અમલ કોઈ ફાયદો નહીં પહોંચાડે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, આખિરતનું જીવન, અલ્ ઇસ્લામ