إعدادات العرض
હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ…
હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઉચ્ચ અને બરકતવાળા અલ્લાહએ કહ્યું: હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ!, જો તારા ગુનાહ આકાશની ઊંચાઇ સુધી પણ પહોંચી જાય, ફરી તું મારી પાસે માફી માંગે, તો હું તારા ગુનાહ માફ કરી દઇશ, અને હું તેની સહેજ પણ ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ! જો તું મારી પાસે જમીન બરાબર ગુનાહ લઈને આવીશ તે સ્થિતિમાં કે તે મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેહરાવ્યો હોય, તો હું તારી પાસે જમીન બરાબર માફી લઈને આવીશ».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල አማርኛ অসমীয়া Kiswahili Tiếng Việt Nederlands پښتو नेपाली മലയാളം ไทย Svenska Кыргызча Română Malagasyالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું: હે ઈબ્ને આદમ! જ્યાં સુધી તું મને પોકારતો રહીશ અને મારી રહેમતની આશા રાખતો રહીશ અને ક્યારેય મારી રહેમતથી નાસીપાસ નહીં થાઉં, તો હું તારા ગુનાહોને છુપાવીશ અને તેને મિટાવી પણ દઇશ અને હું એ વાતની ચિંતા નહીં કરું, કે તે ગુનોહો અવજ્ઞા અને મોટા ગુનાહો માંથી છે. હે ઈબ્ને આદમ! જો તારા ગુનાહ એટલા વધારે હશે કે આકાશ અને ધરતી વચ્ચેની દરેક વસ્તુ ભરાઈ જાય અને તેના વ્યાસ સુધી પહોંચી જાય અથવા તેની આજુબાજુ દરેક વસ્તુ પણ ઢાંકી દે, અને પછી તું મારી પાસે ઇસ્તિગફાર (માફી) કરે, તો હું તારા બધા ગુનાહ માફ કરી દઇશ અને તે ચિંતા નહીં કરું કે તે કેટલા વધારે છે. હે ઈબ્ને આદમ! જો તું મારી સામે મૃત્યુ પછી જમીન ભરીને પણ ગુનાહ અને પાપ લઈને આવીશ, પરંતુ જો તું તૌહીદ પર હશે, અને તે મારી સાથે કોઈને ભાગીદાર ઠહેરાવ્યો નહીં હોય, તો હું તે જમીન બરાબર ગુનાહ અને પાપને માફી દ્વારા બદલી દઇશ; કારણકે મારી માફી ખૂબ જ વિશાળ છે, અને હું દરેક ગુનાહ માફ કરી દઇશ ફક્ત શિર્કને માફ નહીં કરું.فوائد الحديث
અલ્લાહ તઆલાની રહમત, તેની માફી અને કૃપાની વિશાળતાનું વર્ણન.
તૌહીદની મહત્ત્વતા, અને એ કે અલ્લાહ તૌહીદ વ્યક્તિના ગુનાહ અને પાપ માફ કરી દેશે.
શિર્કની ભયાનકતા, અને એ કે અલ્લાહ તઆલા મુશરિક વ્યક્તિને ક્યારેય માફ નહીં કરે.
ઈમામ ઈબ્ને રજબ રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ગુનાહ માફ કરવા માટે ત્રણ સ્ત્રોત વર્ણન કરવામાં આવ્યા છે, પહેલું: આશા રાખી દુઆ કરવી, બીજું: ઇસ્તિગફાર તેમજ તૌબા કરવી, ત્રીજું: તૌહીદ પર મૃત્યુ થવું.
આ હદીષ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના પાલનહારથી રિવાયત કરે છે, આ પ્રકારની હદીષને હદીષે કુદસી અથવા ઇલાહી કહેવામાં આવે છે, જેમાં હદીષના શબ્દો અને અર્થ બન્ને અલ્લાહ તરફથી હોય છે, જો કે તેમાં કુરઆન જેવી કોઈ ગુણવત્તા હોતી નથી, જે તેને અન્ય કોઈ વસ્તુ માટે ખાસ કરતી હોય, જેવું કે કુરઆનની તિલાવત ઈબાદત ગણવામાં આવે છે, તેમજ તિલાવત કરવા માટે પાકી જરૂરી છે, કુરઆન એક ચેલેન્જ અને તે એક મુઅજિઝો છે.
ગુનાહના ત્રણ પ્રકાર છે: પહેલું: અલ્લાહ સાથે શિર્ક કરવું, અને આ ગુનાહને અલ્લાહ માફ નહીં કરે, અલ્લાહ તઆલાએ કહ્યું: {જે વ્યક્તિ અલ્લાહ સાથે શિર્ક કરશે તેના માટે જન્નત હરામ થઈ જશે}, બીજું: એવા ગુનાહ જે બંદાએ પોતાના પર અત્યાચાર કરી તેના અને તેના પાલનહાર વચ્ચે હોય, તો અલ્લાહ તે ગુનાહને પણ માફ કરી દેશે, ત્રીજું: એવા ગુનાહ જેને બંદાએ બીજા બંદા પર અત્યાચાર કરી કર્યા હશે, તો તે તેને નહીં છોડે, તેના માટે હદ એટલે કે કિસાસ (બદલો) જરૂરી છે.