અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી…

અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરું છું, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેમની સાથે મોહબ્બત કરવા લાગે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરું છું, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેમની સાથે મોહબ્બત કરવા લાગે છે અને આકાશમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો આકાશ વાળા પણ તેનાથી મોહબ્બત કરવા લાગે છે, પછી તેના માટે જમીનમાં શ્રેષ્ઠતા લખી દેવામાં આવે છે, અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નારાજ થાય છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે કે હું ફલાણા વ્યક્તિથી નારાજ છું, તમે પણ તેનાથી નફરત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી નફરત કરે છે, અને આકાશ વાળાઓમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી નારાજ છે એટલા માટે તમે પણ તેનાથી નફરત કરો, પછી જમીનમાં તેના માટે નફરત લખી દેવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ કોઈ મોમિન બંદા સાથે મોહબ્બત કરે છે, જે અલ્લાહના આદેશોનો આજ્ઞાકારી હોય, અને તેણે અવૈધ કાર્યોથી સંપૂર્ણ બચતો હોય તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: નિઃશંક અલ્લાહ તઆલા ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ મોહબ્બત કરો. તો ફરિશ્તાઓના સરદાર હઝરત જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી મોહબ્બત કરે છે, અને જિબ્રઇલ અલૈહિસ્ સલામ આકાશના ફરિશ્તાઓમાં એલાન કરે છે: નિઃશંક તમારો પાલનહાર ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તો આકાશવાળા પણ મોહબ્બત કરવા લાગે છે, પછી મોમિનોના દિલમાં પણ તેના પ્રત્યે મોહબ્બત નાખી દેવામાં આવે છે, તેની તરફ ઝુકાવ અને પ્રસન્નતા નાખી દેવામાં આવે છે. અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નફરત કરે છે તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: હું ફલાણા વ્યક્તિથી નફરત કરું છું, તમે પણ તેનાથી નફરત કરો; તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ નફરત કરવા લાગે છે, પછી આકાશમાં જિબ્રઇલ અલૈહિસ્ સલામ એલાન કરતા કહે છે: નિઃશંક ફલાણા વ્યક્તિથી અલ્લાહ નફરત કરે છે, તમે પણ તેનાથી નફરત કરો; તો લોકો પણ તેનાથી નફરત કરવા લાગે છે અને પછી મોમિનોના હૃદયમાં તેના પ્રત્યે નફરત અને દૂરી નાખી દેવામાં આવે છે.

فوائد الحديث

અબૂ મુહમ્મદ બિન્ અબૂ જમરહએ કહ્યું: જિબ્રઇલ અલૈહિસ્ સલામને અન્ય પર પ્રાથમિકતા આપી તેમને જણાવવુ, અલ્લાહ પાસે તેમનો ઉચ્ચ દરજ્જો દર્શાવે છે.

જેનાથી અલ્લાહ મોહબ્બત કરે તો આકાશ અને જમીન વાળાઓ પણ તેનાથી મોહબ્બત કરે છે, જેનાથી અલ્લાહ નફરત કરે, તો આકાશ અને જમીન વાળા પણ તેનાથી નફરત કરે છે.

ઈમામ સિન્દી રહિમહુલ્લાહએ કહ્યું: (જમીન વાળાઓના હૃદયમાં તેના પ્રત્યે મોહબ્બત ભરી દેવામાં આવે છે), તેનો અર્થ એ નથી કે તે સામાન્ય અને સાર્વત્રિક છે, પરંતુ જે પ્રમાણે અલ્લાહ ઈચ્છે છે તેને જમીનમાં સ્વીકારવામાં આવે છે, ખાસ કરીને એ ધ્યાનમાં લઈને કે સારા લોક સાથે ખરાબ લોકો કેવી રીતે દુશ્મની કરે છે.

અનિવાર્ય કાર્ય હોય કે સુન્નત, દરેક પ્રકારના સત્કાર્યો સપૂર્ણ કરવાનો આગ્રહ રાખવો અને ગુનાહો તેમજ બિદ્અતોથી સંપૂર્ણ બચીને રહેવું; કારણ કે તે અસંતુષ્ટાનું કારણ છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: લોકોના હૃદયમાં તેની મોહબ્બત ભરી દેવાની નિશાની છે કે અલ્લાહ તેમનાથી મોહબ્બત કરે છે, અને જનાઝામાં તેની મદદ કરવામાં આવે છે: "તમે સૌ જમીનમાં અલ્લાહના સાક્ષીઓ છો".

ઈમામ ઈબ્નુલ્ અરબી માલિકી રહિમહુલ્લાહએ કહ્યું: જમીન વાળા તે લોકો જેઓ તેને જાણતા હોય, ઓળખતા હોય, તે લોકો નહીં, જેઓ તેનાથી અજાણ હોય અથવા તેના વિશે સાંભળ્યું પણ ન હોય.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત