અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી…

અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી

અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «અલ્લાહ તઆલા જન્નતીઓને કહેશે: હે જન્નતીઓ? તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે સંપૂર્ણ ધ્યાન સાથે હાજર છે, અને તારી કૃપાના મોહતાજ છે, દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી, તો અલ્લાહ કહેશે: શું હું તમને તેનાથી પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આનાથી પણ શ્રેષ્ઠ વસ્તુ કઇ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી પસન્નતા પ્રદાન કરું છું, હું ક્યારે પણ તમારાથી નારાજ નહીં થાઉં».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે અલ્લાહ જન્નતીઓને જ્યારે તેઓ જન્નતમાં હશે તો તેમને કહેશે: હે જન્નતીઓ! તેઓ જવાબ આપશે: હે અમારા પાલનહાર! અમે હાજર છે, અને દરેક પ્રકારની ભલાઈ તારા જ હાથમાં છે, તો અલ્લાહ કહેશે: શું તમે પ્રસન્ન છો? તેઓ જવાબ આપશે: શું હવે પણ અમે પ્રસન્ન ન થઈએ જ્યારે કે તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને આપી નથી! તો પવિત્ર અલ્લાહ કહેશે: શું હું તમને આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ ન આપું? તેઓ કહેશે: હે અમારા પાલનહાર! આના કરતાં પણ વધુ શ્રેષ્ઠ વસ્તુ કઈ છે? તો અલ્લાહ કહેશે: હું તમને મારી કાયમી પ્રસન્નતા આપું છું,હવે તમારાથી ક્યારે પણ નારાજ નહીં થાઉં.

فوائد الحديث

ઉચ્ચ અલ્લાહની જન્નતીઓ સાથે વાતચીત.

જન્નતીઓ માટે અલ્લાહની પ્રસન્નતાની ખુશખબર, અને અલ્લાહ પોતાની પ્રસન્નતાને હલાલ કરશે અને તે ક્યારે પણ તેમનાથી નારાજ નહીં થાય.

જન્નતમાં દરેક વ્યક્તિ પોતાના અલગ અલગ હોદ્દા અને સ્થાન પર હોવાના કારણે પણ સંતુષ્ટ હશે; કારણકે દરેક લોકો એક શબ્દ વડે જવાબ આપશે: "તે અમને તે વસ્તુ આપી છે, જે તે તારા સર્જન માંથી કોઈને નથી આપી".

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, જન્નત અને જહન્નમની લાક્ષણિકતા