?આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે

?આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે, અને કહે છે: «છે કોઈ વ્યક્તિ જે મારી પાસે દુઆ કરતો હોય અને હું તેની દુઆ કબૂલ કરું? છે કોઈ મારો બંદો જે મારી પાસે સવાલ કરતો હોય અને હું તેને આપું? છે કોઈ મારો બંદો જે મારી પાસે માફી માંગતો હોય અને હું તેને માફ કરી દઉં?».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા દરરોજ રાત્રે જ્યારે તેનો છેલ્લો ભાગ બાકી હોય છે, ત્યારે દુનિયાની નજીકના આકાશ પર ઉતરે છે, અને પોતાના બંદાઓને દુઆ કરવા બાબતે પ્રોત્સાહન આપે છે, કે તેઓ તેની પાસે દુઆ કરે અને તે બંદાની દુઆ કબૂલ કરે, અને જે કંઈ ઈચ્છા હોય તે તેની સમક્ષ રજુ કરે જેથી તે બંદાની ઈચ્છા પૂરી કરે, અને તે પોતાના ગુનાહો પર અફસોસ કરી મારી પાસે માફી માંગે, તો હું મારા મોમિન બંદાઓના ગુનાહ માફ કરી દઉં.

فوائد الحديث

રાતના છેલ્લા ભાગમાં નમાઝ, દુઆ અને માફી માંગવાની મહત્ત્વતા.

આ હદીષ સાંભળ્યા પછી માનવી એ જરૂર દુઆ કબૂલ થવાના સમયનો ફાયદો ઉઠાવવો જોઈએ, અને તે સમાયોમાં ખૂબ દુઆ કરવી જોઈએ.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત