إعدادات العرض
નિઃશંક અલ્લાહ તઆલા સૂતો નથી અને ન તો તેને સૂવાની જરૂર છે
નિઃશંક અલ્લાહ તઆલા સૂતો નથી અને ન તો તેને સૂવાની જરૂર છે
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી વચ્ચે ઉભા રહી પાંચ વાતો પર આધારિત ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા સૂતો નથી અને ન તો તેને સૂવાની જરૂર છે, તે ત્રાજવાના ઝુકાવે છે અને ઉપર ઉઠાવે છે, રાત્રે કરવામાં આવેલા સત્કાર્યો દિવસના કાર્યો પહેલા તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે અને દિવસ દરમિયાન કરવામાં આવેલ કાર્યો રાતના કાર્યો પહેલા તેની સમક્ષ રજુ કરવામાં આવે છે, તેનો પડદો પ્રકાશ છે, -એક બીજી રિવાયતમાં "નાર" શબ્દોનું વર્ણન છે-, જો તે પડદાને ખોલી નાખે, તો તેની જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તેનું દરેક સર્જન બળી જાય».
الترجمة
العربية Português دری Македонски Tiếng Việt Magyar ქართული Indonesia বাংলা Kurdî ไทย অসমীয়া Nederlands Hausa ਪੰਜਾਬੀ Kiswahili Tagalog ភាសាខ្មែរ English සිංහල Русскийالشرح
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉભા ઉભા પાંચ વાતો પર આધારિત પોતાના સહાબાને ખુતબો આપ્યો અને તે પાંચ વાતો નીચે મુજબ છે: પહેલું: ખરેખર સર્વશ્રેષ્ઠ અલ્લાહ સૂતો નથી. બીજું: તેને ઊંઘની પણ જરૂર નથી, તેના હમેંશા બાકી અને જીવિત રહેવાની ગુણના કારણે. ત્રીજું: ઉચ્ચ અલ્લાહ પોતાના બંદાઓના કાર્યોના વજન પ્રમાણે અને પૃથ્વી પર ઉતરતી તેમની રોજીના વજન પ્રમાણે ત્રાજવાને નીચા અને ઉંચા કરે છે, તેથી જે રોજી દરેક પ્રાણીનો હિસ્સો અને ભાગ છે, તેને સર્વોચ્ચ અલ્લાહ નીચો કરે છે અને તેને દુર્લભ બનાવે છે, અને તેને ઉંચો કરે છે અને તેને વિપુલ બનાવે છે. ચોથું: રાતના સમયે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતા દિવસ પહેલા તેમજ દિવસે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતી રાત પહેલા અલ્લાહ સમક્ષ રજૂ કરી દેવામાં આવે છે, તેથી રક્ષક ફરિશ્તાઓ દિવસની શરૂઆતમાં રાત્રિના કાર્યો સાથે ચઢે છે, અને રાત્રિની શરૂઆતમાં દિવસના કાર્યો સાથે ચઢે છે. પાંચમું: તેનો પડદો -જે ઉચ્ચ છે-, તે છે, જે તેને સ્પષ્ટ થવાથી રોકે છે, તે પ્રકાશ અથવા અગ્નિ છે, જે તેને સ્પષ્ટ કરી દેવામાં આવે, તો તેના ચહેરાની મહિમા તેના સર્જનની દરેક વસ્તુને ભષ્મ કરી દેશે, જ્યાં સુધી તેની નજર જશે, ખરેખર તેના ચહેરાની મહિમા તેનો પ્રકાશ તેની મહાનતા ખુબ જ વૈભવ છે. તકદીર: જો તે વર્ણવેલ પડદાને હટાવી દે, અને પોતાની એક ઝલક પોતાની સૃષ્ટિ સમક્ષ પ્રગટ કરે, તો તેના ચહેરાનું તેજ પ્રકાશ તેની સૃષ્ટિમાં જ્યાં પણ પહોંચે, ત્યાં બધું બાળી નાખશે, અને તે સંપૂર્ણ સર્જન આવી જશે; કારણકે તેની સીમા સંપૂર્ણ સૃષ્ટિને સમાવે છે.فوائد الحديث
ઉચ્ચ મહાન અલ્લાહ માટે ઊંઘવું અશક્ય છે; અને તે ખામી ગણવામાં આવે છે અને તે તેનાથી સંપૂર્ણપણે મુક્ત છે.
અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માંથી જેને ઈચ્છે, તેને ઇઝ્ઝત આપે છે અને જેને ઈચ્છે, તેને અપમાનિત કરે છે. જેને ઈચ્છે હિદાયત આપે છે અને જેને ઈચ્છે પથભ્રષ્ટ કરે છે.
પ્રત્યેક રાત અને દિવસે અમલ અલ્લાહની સમક્ષ રજુ કરવામાં આવે છે, અને આ વસ્તુ બંદાઓને પ્રોત્સાહિત કરે છે કે અલ્લાહ બંદાઓની દરેક બાબત પર ધ્યાન રાખી રહ્યો છે.
આ હદીષ અલ્લાહ તઆલાના સંપૂર્ણ ન્યાય અને તેના સર્જનીઓની સુંદર વ્યવસ્થાનો પુરાવો છે, તેમાં કોઈ શંકા નથી કે આ મહાન અને પ્રભાવશાળી અલ્લાહના સંપૂર્ણ ગુણો માંથી છે.
અલ્લાહ માટે પડદાનો પુરાવો, અને તેની અને તેના સર્જનીઓ વચ્ચે નૂર છે, જો તે પડદો હટી જાય, તો તેનું સર્જન બળી જાય.
ઈમામ આજુરી રહિમહુલ્લાહએ કહ્યું: સત્ય લોકો અલ્લાહના ગુણોને તે પ્રમાણે જ વર્ણન કરે છે, જે પ્રમાણે અલ્લાહએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ વર્ણન કર્યા છે, અથવા જે પ્રમાણે સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ વર્ણન કર્યા છે, આ તે આલિમોના મત છે, જેમણે તેમનું અનુસરણ કર્યું અને બિદઅત ન કરી. તેમની વાત પૂર્ણ થઈ. જેથી અહલે સુન્નત વલ્ જમાઅત અલ્લાહના નામો અને ગુણોને તેમાં ફેરફાર, ઇન્કાર, ઉદાહરણ, અને સમાનતા વગર સાબિત કરે છે, અને તેઓ અલ્લાહ તરફથી તે વસ્તુને નકારે છે, જેને અલ્લાહએ નકારી છે, અને તે બાબતોમાં ચૂપ રહે છે, જેના વિષે સાબિત કરવા અથવા નકારવા બાબતે કોઈ વાત વર્ણન કરવામાં નથી આવી, અલ્લાહ તઆલાએ કહ્યું: {કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે}.
સર્વશક્તિમાન અલ્લાહ દ્વારા વર્ણવેલ પ્રકાશ અને તે પ્રકાશ જે દ્વારા ઢંકાયેલો છે તે સમાન નથી, અલ્લાહનો પ્રકાશ એક એવો પ્રકાશ છે, જે તેમને અને તેમના મહિમા માટે યોગ્ય છે. તેમના જેવું કંઈ નથી, પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જે જોયું તે અલ્લાહ અને તેમના બંદાઓ વચ્ચેના પડદા સિવાય બીજું કંઈ ન હતું.
