રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે

રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે

અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ લોકો પર રહેમ કરશે, તો અલ્લાહ પોતાની રહેમત દ્વારા તેના પર રહેમ કરશે, જેની રહેમતે દરેક વસ્તુને ઘેરી લીધી છે; અર્થાત્ તેને ભવ્ય બદલો આપવામાં આવશે. પછી નબી ﷺ એ આદેશ આપ્યો, ધરતીના દરેક લોકો પર દયા કરો, ભલે તે મનુષ્ય, પશુ, પક્ષી અથવા અન્ય પ્રકારની સૃષ્ટિ હોય, અને તેનો બદલો એ છે કે અલ્લાહ તમારા પર દયા કરશે, જે આકાશોની ઉપર છે.

فوائد الحديث

ઇસ્લામ દીન દયાનો ધર્મ છે, અને તે સંપૂર્ણ રીતે અલ્લાહની આજ્ઞાપાલન અને સૃષ્ટિ પ્રત્યેની દયા પર આધારિત છે.

અલ્લાહ સર્વશક્તિમાન દયાથી સંપન્ન છે, અને તે અત્યંત કૃપાળુ, અત્યંત દયાળુ, અને તે પોતાના બંદાઓ સાથે દયાને જોડવાવાળો છે.

અલ્લાહ પોતાના બંદાઓને બદલો તે પ્રમાણે જ આપે છે જેવો તે અમલ કરે છે, બસ જે રહમ કરશે અલ્લાહ તેના પર રહમ કરશે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, પ્રસંશનીય અખલાક