જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે

જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જો પોતાના ભાઈની ખામી છુપાવશે, તો કયામતના દિવસે અલ્લાહ તેની ખામી છુપાવશે; અલ્લાહ બંદાને તેના કાર્યોની ગુણવત્તા અનુસાર બદલો આપે છે, એટલા માટે અલ્લાહ તેના ભેદ કયામતના દિવસે દરેક લોકો સમક્ષ છુપાવશે, અને ક્યારેક તેની પકડ ન કરવા પર પણ હોય શકે છે.

فوائد الحديث

જો કોઈ મુસલમાનથી અવૈધ કાર્ય થઈ જાય તો તેનો ગુનાહ છુપાવવું જાઈઝ છે, સાથે તેની નિંદા પણ કરવામાં આવશે અને તેને શિખામણ પણ આપવામાં આવશે, અને તેને અલ્લાહનો ભય પણ આપવામાં આવશે, પરંતુ જો તે દુષ્કર્મીઓ સાથે જાહેરમાં ગુનાહ અને દુષ્કર્મ કરે તો તેના પાપ છુપાવામાં નહીં આવે, કારણકે તેમના ભેદ છુપાવવાનો અર્થ એ છે કે તેમને વધુ ગુનાહ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેનો મામલો શાસકોને સોંપી દેવામાં આવશે, ભલેને તેની બૂરાઈનો ઉલ્લેખ કરવામાં આવે; કારણકે તે પોતે જ પોતાની બુરાઈને જાહેરે કરે છે.

અન્યની ભૂલો છુપાવવા પર પ્રોત્સાહન.

ભેદ છુપાવવાના ફાયદા: ગુનેગારને પોતાની સમીક્ષા કરવા અને અલ્લાહ તરફ પાછો ફરવા અને તૌબા કરવાનો મોકો આપવો; કારણકે ગુનાહો જાહેર કરવા તે બુરાઈ ફેલાવવાનો એક સ્ત્રોત છે, જેના દ્વારા સમાજનો માહોલ બગડે છે, અને લોકો તે ગુનાહમાં સપડાઈ શકે છે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, પ્રસંશનીય અખલાક