શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને…

શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?

કતાદહ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કયામતના દિવસે કાફિરોને કઈ રીતે તેમના ચહેરાના સહારે સજા આપવામાં આવશે? આપ ﷺ એ કહ્યું: «શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?, કતાદહ રહિમહુલ્લાહ એ કહ્યું: કેમ નહીં, બેશક તે ચહેરાના સહારે પણ ચલાવી શકે છે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આપ ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે: કયામતના દિવસે કાફિરો ચહેરાના સહારે કેવી રીતે ચાલશે?! તો આપ ﷺ એ કહ્યું: શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?! અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

فوائد الحديث

કયામતના દિવસે કાફિરોને અપમાનિત કરવામાં આવશે અને તે તેના ચહેરા પર ચાલશે.

التصنيفات

આખિરતના દિવસ પર ઈમાન, તૌહીદે રુબુબિયત, તૌહીદે અસ્મા વ સિફાત