જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા…

જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

નબી ﷺ એ હદીષે કુદસી વર્ણન કરી કે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા વલીઓ માંથી કોઈને નુકસાન પહોંચાડે છે, તેને નારાજ કરે છે, અને તેની સાથે નફરત કરે છે, તો તે જાણી લે કે હું તેની સાથે દુશ્મનીનું એલાન કરું છું. અને વલી તે છે: પરહેઝગાર (અલ્લાહથી ડરવાવાળો) મોમિન, અને બંદાના ઈમાન અને તકવા પ્રમાણે અલ્લાહના વલી હોવામાં તેનો ભાગ હોય છે. અને એક મુસલમાન પોતાના પાલનહારની નિકટતા તે વસ્તુઓ દ્વારા પ્રાપ્ત કરે છે, જે તેણે ફરજ કરી છે, અને તેના પર જરૂરી કરી છે, જેમકે તેનું અનુસરણ કરવું, હરામ કરેલ કાર્યોને છોડવા, અને એક મુસલમાન ફરજ કાર્યોની સાથે સાથે નફિલ કાર્યો વડે પણ પોતાના પાલનહારની નિકટતા પ્રાપ્ત કરતો રહે છે; અહીં સુધી કે તે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરી લે છે. બસ જ્યારે અલ્લાહ તેની સાથે મોહબ્બત કરે છે, તો તે તેના ચાર અંગો વડે તેની મદદ કરે છે: અલ્લાહ તેની સાંભળવામાં મદદ કરે છે, જેથી તે તે જ સાંભળે છે જેના દ્વારા અલ્લાહ પ્રસન્ન થાય છે. અલ્લાહ જોવામાં તેની મદદ કરે છે, બસ તેથી તે જ જુએ છે જેને અલ્લાહ મોહબ્બત કરે છે અને જેનાથી પ્રસન્ન થાય છે. અને અલ્લાહ તેની તેના હાથમાં મદદ કરે છે, બસ તેથી તે પોતાના હાથ વડે તે જ કાર્ય કરે છે જેનાથી અલ્લાહ પ્રસન્ન થાય છે. અને અલ્લાહ તેની તેના પગમાં મદદ કરે છે, તો તે ફક્ત જે વસ્તુઓ તરફ જ ચાલીને જાય છે, જેનાથી અલ્લાહ પ્રસન્ન થાય છે, અને તે ફક્ત તે કાર્યો માટે જ પ્રયત્નો કરે છે જેમાં તેના માટે ભલાઈ હોય છે. અને તેની સાથે એ પણ કે જ્યારે તે અલ્લાહ પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો અલ્લાહ તેને આપે છે, અર્થાત્ તેની દુઆ કબૂલ કરે છે, અને જો તે અલ્લાહ પાસે કોઈ વસ્તુથી આશરો અને સુરક્ષા માંગે, તો અલ્લાહ તેને આશરો આપે છે અને તેની તે વસ્તુથી સુરક્ષા કરે છે, જેનાથી તે ડરતો હોય છે. ફરી અલ્લાહ તઆલાએ કહ્યું: મને કોઈ કાર્ય કરવામાં સંકોચ થતો નથી પરંતુ ફક્ત એક મોમિનના પ્રાણ તેના પર દયા કરવા માટે કબજ કરું છું, કારણકે તે મોતને તેમાં રહેલા દુઃખના કારણે નાપસંદ કરતો હોય છે, અને અલ્લાહ એક મોમિનને તકલીફ આપવાનું નાપસંદ કરે છે.

فوائد الحديث

આ તે હદીષ છે જેને નબી ﷺ એ પોતાના પાલનહાર તરફથી વર્ણન કરી, અને આ હદીષને હદીષે કુદસી અથવા ઇલાહી કહેવામાં આવે છે, અને તેમાં શબ્દો અને અર્થો અલ્લાહ તરફથી હોય છે, પરંતુ તેમાં કુરઆન જેવા કોઈ ગુણ હોતા નથી, જે ફક્ત કુરઆન માટે જ છે, જેમકે કુરઆનની તિલાવત કરવી એક ઈબાદત છે, તેને સ્પર્શ કરવા માટે પાક હોવું જરૂરી છે, અને તે એક મુઅજિઝો છે, વગેરે.

અલ્લાહના વલીઓને ઇજા પહોંચાડવાથી રોકવામાં આવ્યા છે, અને તેમની મહાનતા સ્વીકારવા અને તેમની સાથે મોહબ્બત કરવા પર પ્રોત્સાહન આપ્યું છે.

આ હદીષમાં અલ્લાહના દુશ્મનો સાથે દુશ્મની કરવી અને તેમની સાથે સંબંધ રાખવાથી રોકવામાં આવ્યા છે.

જે વ્યક્તિ અલ્લાહની શરીઅતનું અનુસરણ કર્યા વિના તેના વલી હોવાનો દાવો કરે તો તે પોતાના દાવામાં જૂઠો છે.

અલ્લાહએ વાજિબ કરેલ કાર્યો કરી અને તેણે હરામ કરેલ કાર્યોથી બચીને અલ્લહનો વલી બની શકાય છે.

વાજિબ કાર્યો કરી, અને હરામ કાર્યોથી બચીને જો બંદો નાફિલ કાર્યો કરે તો તે તેના માટે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરવાનો અને દુઆઓ કબૂલ કરાવવાનો એક મહત્તમ સ્ત્રોત છે.

આ હદીષ વલીઓના સન્માન અને તેમના ઉચ્ચ દરજ્જાને દર્શાવે છે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત