અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે

અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા બંદાઓના ચહેરા અને તેમના શરીર નથી જોતો, કે શું આ સુંદર છે અથવા કદરૂપા છે? મોટા છે કે નાના? અથવા તંદુરસ્ત છે કે બીમાર? અને ન તો તે તેમના માલ તરફ જુએ છે, કે તે વધારે છે અથવા કે ઓછો? સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા આ વસ્તુઓ અથવા તેના ઓછા કે વધારે હોવા પર પકડ નથી કરતો, અને તેના આધારે હિસાબ નથી લે તો, અલ્લાહ તો તેમના દિલો અને તેમ રહેલ તકવો, વિશ્વાસ, સત્યતા અને ઇખલાસ (નિખાલસતા) અથવા તો રિયાકરી અને ખ્યાતિની પ્રાપ્તિના ઈરાદાને જુએ છે, એવી જ રીતે તેમના કર્મોને જુએ છે કે તે સાચા છે કે ખોટા, અને આ વાતોના આધારે જ તેમને સવાબ અથવા સજા આપે છે.

فوائد الحديث

દિલના સુધારો તરફ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને દિલને દરેક નિદાત્મક વસ્તુઓથી પાક કરવામાં આવે.

દિલનો સુધારો ઇખલાસ દ્વારા થાય છે, અને અમલમાં સુધારો આપ ﷺ એ વર્ણવેલ તરીકા પ્રમાણે થઈ શકે છે, અને અલ્લાહ પાસે આ બન્ને વસ્તુઓ જોવામાં આવે છે.

વ્યક્તિએ તેના પૈસા, તેની સુંદરતા, તેના શરીર અથવા આ દુનિયાની કોઈપણ જાહેર ચમકદમક જોઈ ધોખામાં ન પડવું જોઈએ.

બાતેનની ઇસ્લાહ કર્યા વગર જાહેર જોઈ ખુશ થઈ જવા પર ચેતવણી આપી છે.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, દિલમાં કરવામાં આવતા અમલો