તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય

તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય

અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશજ્જ અબ્દે કૈસને કહ્યું: «તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબ્દે કૈસ કબીલાના સરદાર મુન્ઝિર્ બિન્ આઇઝ અશજ્જને કહ્યું: તમારામાં બે આદતો એવી છે, જેને અલ્લાહ પસંદ કરે છે: સમજદારી, વિચાર-વિમર્શ, ગૌરવ અને ઉતાવળ ન કરવી.

فوائد الحديث

આ હદીષમાં ધીરજ અને સહનશીલતા અપનાવવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

આ હદીષમાં બાબતોની ચકાસણી અને પરિણામોનો વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

સહનશીલતા અને ધૈર્ય સારા ગુણો માંથી છે.

માનવીએ અલ્લાહના નામની ખૂબ પ્રસંશા કરવી જોઈએ કે તેણે માનવીઓમાં સારા અને નૈતિક ગુણો બનાવ્યા.

અલ્ અશજ્જ: તે શક્તિશાળી વ્યક્તિ, જેના ચહેરા, માથા અથવા કપાળ પર ઇજા થઇ હોય.

التصنيفات

તૌહીદે અસ્મા વ સિફાત, પ્રસંશનીય અખલાક