મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો

મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો

બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વાળ ખભાને સ્પર્શી રહ્યા હતા, બંને ખભા વચ્ચે અંતર હતું, આપ વધારે ન તો લાંબા હતા અને ન તો ટૂંકા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

આ હદીષમાં બરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે કે મેં ક્યારેય એવા વ્યક્તિને જેવા વાળ લાંભા હોય અને ખભા સુધી પહોંચી રહ્યા હોય અને જેણે કાળી ઈજાર અને લાલ રંગની ધારીઓ વાળી ચાદર પહેરી હોય, અને તે અલાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કરતા વધુ સુંદર હોય, તેમના શરીરની સુંદરતા એ હતી કે તેમના બંને ખભા વચ્ચેનો ભાગ પહોળો હતો, છાતીપહોળી અને મધ્યમ ઊંચાઈ હતી, ન તો વધારે ન તો ટૂંકી.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કેટલીક શારીરિક સુંદરતાનું વર્ણન, જેમાં આપના વાળ, છાતી અને આપની લંબાઈ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે.

સહાબા રઝી અલ્લાહુ અન્હુમની આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બતનું વર્ણન, અહીં સુધી કે આપની શારીરિક ગુણવત્તા અને શ્રેષ્ઠતા પોતાના પછી આવનાર લોકો સુધી વર્ણન કરી.

التصنيفات

જન્મજાત લાક્ષણિકતાઓ, આપ સલ્લલાહુ અલયહી વસલ્લમનો પોશાક