જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું…

જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: તેમણે અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને એક જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? તેમણે કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: એક કાળી સ્ત્રી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની બીમારી છે, જેના કારણે મારો પડદો હટી જાય છે, તેથી મારા માટે અલ્લાહથી દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે», તેણીએ કહ્યું: હું સબર કરું છું, તેણીએ કહ્યું: હું આપને વિનંતી કરું છું કે તમે મારા માટે અલ્લાહથી દુઆ કરો કે જ્યારે મને આ બિમારી જાહેર થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણી માટે આ દુઆ કરી દીધી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? અતાએ કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: આ કાળી હબસી સ્ત્રી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની સખત બીમારી છે, જેના કારણે બીમારી વખતે મારા શરીર પરથી કપડાં ખુલી જાય છે, માણે તેનો આભાસ પણ થતો નથી, તેથી, મારા માટે અલ્લાહથી શિફાની દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તમે સબર કરીશ તો તેના બદલામાં તને જન્નત મળશે, અને જો તમારી ઈચ્છા હોય, તો હું તારી શિફા માટે દુઆ કરી દઉં, તેણીએ કહ્યું: તો તો હું સબર કરીશ, ફરી તેણે કહ્યું: મારા માટે દુઆ કરો કે જ્યારે મને આ બીમારી થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના માટે દુઆ કરી.

فوائد الحديث

દુનિયાની મુસીબત પર સબર કરવી, જન્નત તરફ લઈ જાય છે.

ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ તે વાતની પુષ્ટિ કરે છે કે વાયુની બીમારી પર સૌથી વધારે સવાબ મળે છે.

સહાબી સ્ત્રીની હયા અને તેમની શરમ, તેમની પોતાન ગુપ્તાંગની સુરક્ષાની ચિંતા રઝી અલ્લાહુ અન્હુન્, આ સ્ત્રી સૌથી વધારે ભયભીત હતી કે તેના કપડાં તેના શરીર પરથી ઉતરી ન જાય.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ જાણે છે કે તેની પાસે ક્ષમતા છે અને તે કડક અભિગમ અપનાવવા માટે પ્રતિબદ્ધ થવા માટે નબળો નથી, તેના માટે છૂટછાટ લેવા કરતાં કડક અભિગમ અપનાવવો વધુ યોગ્ય છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે દુઆ અને અલ્લાહનું શરણ લઈને તમામ રોગોની સારવાર દવાઓથી થતી સારવાર કરતાં વધુ અસરકારક અને ફાયદાકારક છે, દુઆનો અસર અને શરીર પર પ્રત્યેની પ્રતિક્રિયા શારીરિક દવાઓના અસર કરતાં વધુ હોય છે, પરંતુ તે ફક્ત બે રીતે અસરકારક બની શકે છે, એક: બીમાર વ્યક્તિની નિયતની નિખાલસતા, બીજું: શિફા આપનાર તરફથી, જે તેના ઇરાદાની શક્તિ અલ્લાહનો ટકવો અપનાવવો અને તેના પર ભરોસો કરવો છે, અલ્લાહ વધુ જાણવાવાળો છે.

ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે સારવાર છોડવી જાઈઝ છે.

التصنيفات

તકદીર અને અલ્લાહના આદેશ પર ઈમાન, દવા, ઈલાજ, અને જાડ ફૂંકના આદેશો, અહકામુન્ નિસા (સ્ત્રીઓના આદેશો)