તેણી પોતાના નાના બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવી, જે હજુ ખાવાનું ખાતો ન હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ…

તેણી પોતાના નાના બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવી, જે હજુ ખાવાનું ખાતો ન હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તેણે આપના કપડાં પર પેશાબ કરી, આપે પાણી મગાવ્યું અને પાણીના છાંટા મારી દીધા, અને તેને ધોયું નહીં

ઉમ્મે કૈસ બિન્તે મિહસન રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: તેણી પોતાના નાના બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લઈને આવી, જે હજુ ખાવાનું ખાતો ન હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો, તેણે આપના કપડાં પર પેશાબ કરી, આપે પાણી મગાવ્યું અને પાણીના છાંટા મારી દીધા, અને તેને ધોયું નહીં.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [મુત્તફકુન્ અલયહિ]

الشرح

ઉમ્મે કૈસ બિન્તે મિહસન રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પોતાના નાના બાળકને લઈને આવ્યા, જે બાળકે હજુ ખોરાક લેવાનું શરૂ કર્યું ન હતું, તે બાળકને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ખોળામાં બેસાડી દીધો, તો તે બાળકે આપના કપડાં પર પેશાબ કરી દીધી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પાણી મગાવ્યું અને કપડાં પર છીળકાવ કર્યો અને તે કપડાને ધોયું પણ નહીં.

فوائد الحديث

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઉચ્ચ અખ્લાક અને તેમની મહાન નમ્રતા.

બાળકો સાથે સારો વ્યવહાર, નમ્રતા અને દયાળુ વ્યવહારને પ્રોત્સાહન આપવું, તેમજ મોટા લોકોના હૃદયને તેમના બાળકોનું સન્માન કરીને અને તેમને ખોળામાં બેસાડી, વગેરે.

બાળક ખોરાક ન લેતો હોય તો પણ તેના પેશાબને અશુદ્ધ જ ગણવામાં આવશે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું આ કાર્યને "નઝહન્" કહેવામાં આવે છે, અને તે ફક્ત એવા નાના બાળક માટે જ છે, જેણે હજુ સુધી ખાવાનું શરૂ કર્યું ન હોય, બાળકી માટે, તેના પેશાબને ધોવું પડશે, ભલે તે નાની હોય.

માતાના દૂધથી પોષણ મેળવતા બાળકના મળમૂત્રને પણ બીજી બધી અશુદ્ધિઓની જેમ ધોવુ જોઈએ.

ધોવા માટે વધારે માત્રામાં પાણી પહોંચાડવું જરૂરી છે.

સૌ પ્રથમ અશુદ્ધતાના સ્થાનને શુદ્ધ કરવું, ગંદકીથી પોતાને શુદ્ધ કરવા માટે ઉતાવળ કરવી, જેથી વ્યક્તિ ભૂલી ન જાય.

التصنيفات

ગંદકી દૂર કરવાની રીત