જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત…

જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત પોતાના મોજા ન કાઢશો, (અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), અને અમે પેશાબ, શોચ અને સૂતી વખતે પણ પોતાના મોજા ન કાઢીએ

ઝિર્ર બિન્ હુબૈશે કહ્યું: હું સફવાન બિન્ અસ્સાલ મુરાદી પાસે મોજા પર મસહ કરવા બાબતે પૂછવા માટે આવ્યો, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર ? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? તેઓએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત પોતાના મોજા ન કાઢશો, (અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), અને અમે પેશાબ, શોચ અને સૂતી વખતે પણ પોતાના મોજા ન કાઢીએ, મેં સાંભળ્યું છે કે તમે મનેચ્છા વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો: «હું અહીંયા છું», અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબીની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે, ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ તરફ એક દ્વાર છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે]

الشرح

ઝિર્ર બિન્ હુબૈશ રહિમહુલ્લાહ સફવાન બિન્ અસ્સાલ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોજા પર મસહ કરવા બાબતે સવાલ કરવા આવ્યા, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, તેનાથી ખુશ થઈ અને મહાનતા રૂપે, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? સફવાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત નાની નાપાકીના કારણે પોતાના મોજા ન કાઢીએ, જેમ કે પેશાબ, શૌચ અને ઊંઘ,(અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), મેં કહ્યું: તમે મોહબ્બત વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો કે હું અહીંયા છું, અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે. ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક સદાચારી લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ દિશામાં શામમાં તૌબા નામનો દ્વાર છે, તે દ્વાર અલ્લાહ તઆલાએ જ્યારથી જમીન અને આકાશ પેદા કર્યા છે, ત્યારથી છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે અને આ દરવાજો ત્યાં સુધી ખુલ્લો રહેશે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ તરફથી ન ઉગે.

فوائد الحديث

ઇલ્મ પ્રાપ્ત કરવાની મહાનતા તેમજ વિદ્યાર્થીની મહાનતા કે ફરિશ્તાઓ પોતાની પાંખો ફેલાવે છે.

તાબઇ સદાચારી લોકોનું સહાબાઓથી ઇલ્મ પ્રાપ્ત કરવાની ઉત્સુકતાનું વર્ણન.

મોજા પર મસહો કરી શકાય છે, જેનો સમય: મુસાફર માટે ત્રણ રાત અને ત્રણ દિવસ અને રહેવાસી માટે એક રાત અને એક દિવસ.

ફક્ત નાની નાપાકીમાં જ મોજા પર મસહ કરવામાં આવશે.

સવાલ કરનાર માટે યોગ્ય છે કે તે આલિમ પાસે કોઈ કુરઆનની આયત અથવા હદીષ અથવા ઇજ્તિહાદ (પ્રત્યન) દ્વારા દલીલ માગી શકે છે, આલિમે તેનાથી શરમ ન અનુભવવી જોઈએ.

ઇલ્મની મજલીસોમાં આલિમો અને સદાચારી લોકો સામે અદબ અને નીચા અવાજે વાત કરવી જોઈએ.

અજ્ઞાન વ્યક્તિને સારા શિષ્ટાચાર અને નિયમો શીખવાડવા જોઈએ.

સહનશીલતામાં આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમનું ઉદાહરણ આપી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે આપણે પણ તે બાબતે તેમનું અનુસરણ કરવું જોઈએ અને લોકો સાથે સારા અખ્લાકથી વર્તન કરવું જોઈએ તેમજ લોકો સાથે તેમના જ્ઞાન અને બુદ્ધિ મુજબ વાર્તાલાપ કરવી જોઈએ.

ઈમામ મુબારકપૂરી રહિમહુલ્લાહએ કહ્યું: પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના માટે કરુણાથી પોતાનો અવાજ ઉંચો કર્યો જેથી તેમના કાર્યો નિષ્ક્રિય ન થાય, જેમ કે સર્વશક્તિમાન અલ્લાહે કહ્યું: {તમારા અવાજો પયગંબરના અવાજથી ઉપર ન ઉઠાવો}; તેથી તેણે તેમની અજ્ઞાનતાના કારણે તેમને માફ કરી દીધા, અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના પ્રત્યેની અતિશય દયાથી પોતાનો અવાજ ઉંચો થયો જ્યાં સુધી તે તેમના અવાજ જેવો અથવા તેનાથી ઉપર ન થઈ ગયો, એટલા માટે કે તેમની અતિશય કરુણાના કારણે.

આ હદીષમાં સદાચારીઓ સાથે બેસવા, તેમની નજીક રહેવા અને તેમને પ્રેમ કરવા પર પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.

ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: તેમના તેમની સાથે હોવાનો અર્થ એ નથી કે તેમનો દરજ્જો અને પુરસ્કાર દરેક બાબતમાં તેમના જેવો જ હશે.

આશા અને ઉમ્મીદનો દ્વાર ખોલવો, નજાત માટે ઉપદેશ આપવો, અને ઉપદેશમાં દયા દાખવવી.

અલ્લાહ તઆલાની વિશાળ કૃપા કે તેણે તૌબાનો દ્વાર ખુલ્લો રાખ્યો છે.

તૌબા કરવામાં ઉતાવળ કરવી જોઈએ, પોતાના નફસનો મુહસબો (સમીક્ષા) તેમજ અલ્લાહ તરફ ઝૂકી જવામાં વિલંબ ન કરવો જોઈએ.

التصنيفات

બંને મોજા પર મસો કરવો અને તેના જેવી અન્ય વસ્તુઓ પર મસો કરવો