إعدادات العرض
નિઃશંક દીન સરળ છે, અને જે કોઈ દીન બાબતે સખ્તી અપનાવશે, તો દીન તેના પર ગાલિબ થઈ જશે, (અને તેની સખ્તી ગણવામાં નહીં આવે),…
નિઃશંક દીન સરળ છે, અને જે કોઈ દીન બાબતે સખ્તી અપનાવશે, તો દીન તેના પર ગાલિબ થઈ જશે, (અને તેની સખ્તી ગણવામાં નહીં આવે), બસ તમે પોતાના અમલમાં મજબૂત થાઓ, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મધ્યમ માર્ગ અપનાવો
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક દીન સરળ છે, અને જે કોઈ દીન બાબતે સખ્તી અપનાવશે, તો દીન તેના પર ગાલિબ થઈ જશે, (અને તેની સખ્તી ગણવામાં નહીં આવે), બસ તમે પોતાના અમલમાં મજબૂત થાઓ, અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી મધ્યમ માર્ગ અપનાવો અને ખુશ થઈ જાઓ (આ તરીકા વડે અમલ કરવાથી તમને દુનિયા અને આખિરતમાં બન્ને જગ્યાએ ફાયદા પ્રાપ્ત થશે), સવારે, બપોરે અને સાંજે અને રાત્રે થોડાક ભાગમાં )ઈબાદત દ્વારા) મદદ પ્રપાત કરો».
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Tagalog Türkçe 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە اردو Hausa Kurdî Português தமிழ் Русский অসমীয়া Kiswahili አማርኛ Nederlands پښتو नेपाली ไทย മലയാളം Svenska Кыргызча Română Malagasy ಕನ್ನಡ Српски తెలుగు ქართული Mooreالشرح
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઇસ્લામ દીન દરેક પરિસ્થિતિમાં ખૂબ જ સરળ અને આસાન દીન છે, જ્યારે અસમર્થતા અને જરૂરિયાત હોય ત્યારે આ સરળતા અને સુવિધાઓ અપનાવવા બાબતે પુષ્ટિ થાય છે, અને કારણ કે ધાર્મિક કાર્યોમાં ઊંડાણપૂર્વક ડૂબવું અને દયાનો ત્યાગ કરવાથી અસમર્થતા અને કાર્યના દરેક અથવા એક ભાગને ખતમ કરવામાં આવે છે, . ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક કાર્ય મધ્યસ્થ રીતે કરવા પર ઉભાર્યા છે, બંદાને જે આદેશ આપવામાં આવ્યો છે, તેમાં આળસ ન કરવી જોઈએ અને જે શક્ય ન હોય તે કાર્ય ન કરવું જોઈએ, અને જો તે કોઈ કાર્યને પૂર્ણ કરવા પર અસક્ષમ હોય તો તેણે પોતાની શક્તિ પ્રમાણે જે સરળ હોય તે કાર્ય કરવું જોઈએ. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકો માટે જેઓ અસમર્થ હોવાના કારણે પણ કાયમ અમલ કરે છે, તેમને ભવ્ય સવાબની ખુશખબર આપી છે; કારણકે તેમનું કારણ બનાવટી નથી તો તેમણે સંપૂર્ણ સવાબ મળશે. અને આ દુનિયા ખરેખર આખિરત તરફ જતો એક સફર છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઈબાદત પર અડગ રહી, અલ્લાહ તઆલા પાસે મદદ માંગવાનો આદેશ આપ્યો, ત્રણ સમય વર્ણન કરવામાં આવ્યા છે, તેમાં ખાસ કરીને ઈબાદત કરવામાં આવે: પહેલું : અલ્ ગદવતુ: દિવસના પ્રથમ સમય; ફજરની નમાઝ અને સૂર્યોદય વચ્ચેનો સમય. બીજું : અર્ રવહતુ: ઝવાલ પછીનો સમય (બપોરે). ત્રીજું: અદ્દુલ્જતિ: સંપૂર્ણ રાત અથવા રાતનો થોડોક ભાગ, કારણકે રાતનો અમલ દિવસ દરમિયાન અમલ કરતા વધુ અઘરો હોય છે, આ શબ્દો કહી આદેશ આપ્યો: "રાતના કોઈ ભાગમાં".فوائد الحديث
શરીઅતે ઇસ્લામીના કાનૂનની સરળતા, તેમજ અતિરેક અને ગફલતની વચ્ચે મધ્યમ માર્ગ અપનાવવાની તાકીદ.
બંદા પર પોતાની શક્તિ પ્રમાણે અમલ કરવો જરૂરી છે, આળસ તેમજ અતિરેક કર્યા વગર.
બંદાએ ઈબાદત કરવા માટે ચપળતાનો સમય નક્કી કરવો જોઈએ, ખાસ કરીને તે ત્રણ સમય જે હદીષમાં વર્ણન કરવામાં આવ્યા, જેમાં શરીર ઈબાદત માટે સૌથી સક્રિય હોય છે.
ઈમામ ઈબ્ને હજર અસ્કલાની રહિમહુલ્લાહે કહ્યું: એવું લાગે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક મુસાફરને તેના હેતુ તરફ સંબોધિત કરી રહ્યા છે, કે આ ત્રણ સમય મુસાફર માટે સૌથી શ્રેષ્ઠ સમય છે, તેથી તેને આ ત્રણ સમય વિશે ચેતવણી આપી; કારણકે જો મુસાફર આખી રાત અને દિવસ મુસાફરી કરશે, તો તે અસમર્થ અને વિક્ષેપિત થઈ જશે, અને જો તે આ ઉત્સાહપૂર્ણ સમયમાં ચાલવાનો પ્રયત્ન કરશે, તો તે મુશ્કેલી વિના આગળ વધી શકશે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં વર્ણન કરવામાં આવ્યું છે કે શરીઅત તરફથી મળતી છુટને અપનાવવી જોઈએ, જે વ્યક્તિ છૂટની જગ્યા પર અતિરેક કરે છે, તો તે શરીઅત વિરુદ્ધ ગણવામાં આવશે, જેવી રીતે કે એક વ્યક્તિ પાણીના ઉપયોગ કરવા પર સક્ષમ નથી અને તેના ઉપયોગથી તેને નુકસાન પહોંચી શકે છે, આવી પરિસ્થિતિમાં તે તયમ્મુમ કરી શકે છે પરંતુ તે કરતો નથી.
ઈમામ ઈબ્ને મુનીર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની પયગંબરીની નિશાનીઓ માંથી એક નિશાની છે, અમે જોયું છે અને અમારા કરતા પહેલાના લોકોએ પણ જોયું, કે જે વ્યક્તિ દીનમાં અતિરેક કરે છે, તો તે નષ્ટ થઈ જાય છે, શરીઅતનો હેતુ ઈબાદતમાં શ્રેષ્ઠ તરીકો અપનાવવાની વિરુદ્ધ નથી, કારણકે સૌથી શ્રેષ્ઠ ઈબાદત તો પ્રશંસનીય છે, પરંતુ તે અતિરેક કરવા પર રોક લગાવી છે, જે કંટાળાનું કારણ બને છે, અથવા ફર્ઝ ને છોડવા પર ઉભારે છે, જેવું કે એક વ્યક્તિએ આખી રાત નમાઝ પઢી અને ફજરની નમાઝ જમાઅત સાથે પઢવાના બદલે સૂઈ રહ્યો, અથવા સૂર્ય નીકળી ગયો ત્યાં સુધી ફજરનો સમય પણ નીકળી ગયો.
التصنيفات
ઇસ્લામના સદ્ગુણો અને ગુણો