إعدادات العرض
મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ…
મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો
મુઆવિયહ અલ્ કુશૈરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! અમારા માંથી કોઈની પત્નીનો તેના પર શું અધિકાર છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «એ કે જે તમે ખાઓ, તે તેને પણ ખવડાવો, જે તમે પહેરો, તે તેને પણ પહેરાવો, અને તેના ચહેરા પર ન મારો, અને ન તો અપશબ્દો કહો, અને ઘર સિવાય અન્ય જગ્યાએ અલગ ન રહો».
الترجمة
العربية Bosanski English فارسی Français Bahasa Indonesia Русский Türkçe اردو हिन्दी 中文 Kurdî Português Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili አማርኛ پښتو සිංහල Hausa ไทยالشرح
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પતિ પર પતિના અધિકારો વિષે સવાલ કરવામાં આવ્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેટલાક કાર્યો વર્ણન કર્યા, તેમાંથી: પહેલું: તેના વગર એકલા ન ખાઓ, પરંતુ જ્યારે પણ ખાઓ તો તેને પણ ખવડાવો. બીજું: ફક્ત પોતે એકલા જ કપડાં ન પહેરો, પરંતુ જ્યારે પણ કપડાં પહેરો તો પોતાની ક્ષમતા પ્રમાણે તેને પણ પહેરાવો. ત્રીજું: કોઈ કારણ અને જરૂરત વગર ન મારો, અને જો અદબ શીખવાડવા અથવા કોઈ જરૂરી કાર્ય ન કરવા પર માર મારવાની જરૂર પડે તો તકલીફ ન થાય તેમ મારો અને તેના ચહેરા પર ન મારો, કારણકે ચહેરો શરીરમાં સૌથી નાજુક અને જાહેર થવા વાળો અને નરમ અંગ છે. ચોથું: ગાળો ના આપો અથવા આમ ન કહો; અલ્લાહ તારો ચહેરો બગાડી નાખે, તેને અથવા તેના શરીરના કોઈ અંગને કદરૂપું ન કહો, કારણકે તે સુંદરતા વિરુદ્ધ છે, યાદ રાખો, તેને ચહેરો અને શરીર અલ્લાહ તઆલાએ આપ્યું છે, અને અલ્લાહએ દરેક વસ્તુને સુંદર બનાવી છે, અને તેના સર્જનની નિંદા કરવી તે સર્જકની નિંદા કરવી છે, અને તેનાથી અલ્લાહએ આપણને રોક્યા છે. પાંચમું: તેને તેની પથારી સિવાય અલગ ન કરો, અને તેનાથી મોઢું પણ ન ફેરવો, અને તેને બીજા ઘરમાં ન મોકલો, શક્ય છે તેના દ્વારા પતિ પત્ની વચ્ચે મતભેદ ઊભા થઈ જાય.فوائد الحديث
સહાબા રઝી અલ્લાહુ અન્હુમ તે અધિકારો જાણવા પ્રત્યે ખૂબ ઉત્સાહિત હતા, જે અન્યના તેમના પર વાજિબ થાય છે, જેથી તે અધિકારો જાણી તેને પૂરા કરી શકે.
પતિ માટે પત્નીનો ખર્ચો ઉઠાવવો, તેને કપડાં પહેરાવવા, અને તેને પોતાના ઘરમાં રાખવી વાજિબ છે.
નૈતિક અને ભૌતિક બંને રીતે કદરૂપું કહેવું જાઈઝ નથી.
દરેક અપશબ્દો કહેવા પર રોક લગાવી છે, કે તમે કહો: તું ખરાબ જાતિમાંથી છું, અથવા ખરાબ કુટુંબમાંથી છું, અથવા તેના જેવા શબ્દો કહેવા.
التصنيفات
પતિપત્ની વચ્ચેનું જીવન