અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી…

અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું

જુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] [આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે]

الشرح

જુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને તે સમયે અમે યુવાન હતા, પુખ્તવયની નજીક હતા, મજબૂત અને શક્તિશાળી હતા, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કુરઆન શીખતાં પહેલા ઇમાન વિશે જાણ્યું અને ઇમાન શીખી લીધા પછી કુરઆન શીખ્યા, તો અમારું ઇમાન ઘણું વધી ગયું.

فوائد الحديث

ખરેખર ઇમાન વધે છે અને ઘટી પણ શકે છે, તેનું વર્ણન.

બાળકોની તરબીયત વખતે પ્રાથમિકતા આપવી, અને તેઓ વધુમાં વધુ ઈમાન શીખે તે બાબતે ખાતરી કરવી.

કુરઆન દ્વારા ઇમાન વધે છે, દિલ પ્રકાશિત થાય છે અને મન પ્રચલિત થાય છે.

التصنيفات

કુરઆનની તિલાવત અને તેને યાદ કરવાના અદબો, ઈમાનનું વધવું અને તેની ઘટવું