إعدادات العرض
મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ…
મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ કર્યો
ઈબ્રાહીમ નખઈ વર્ણન કરે છે કે હમ્મામ બિન્ હારિષએ કહ્યું: જરીરે એક વખત પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ચામડાના મોજા પર મસહ કર્યો, એક વ્યક્તિએ તેમને કહ્યું: શું તમે ખરેખર આમ કર્યું, તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર મસહ કર્યો. અઅમશે કહ્યું: ઈબ્રાહીમ નખઈએ કહ્યું: તેમને આ હદીષ યોગ્ય લાગી; કારણકે જરીર સૂરે માઈદહના ઉતર્યા પછી ઇસ્લામ લાવ્યા હતા.
الترجمة
العربية Português دری Македонски Magyar ქართული Tiếng Việt Kurdî বাংলা ไทย অসমীয়া Bahasa Indonesia Nederlands ਪੰਜਾਬੀ Kiswahili Hausa ភាសាខ្មែរ English Tagalogالشرح
જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ પેશાબ કરી, ફરી વઝૂ કર્યું, અને ફક્ત પોતાના મોજા પર મસહ કર્યો અને પોતાના પગ ન ધોયા, તો તેમના આસપાસના લોકોમાંથી એક વ્યક્તિએ કહ્યું: તમે આમ કર્યું?! તો તેમણે કહ્યું: હા, મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા કે તેમણે પેશાબ કરી, ફરી વઝૂ કર્યું અને પોતાના મોજા પર માસો કર્યો. જરીર રઝી અલ્લાહુ અન્હુ સૂરે માઈદહના ઉતર્યા પછી વિલંભ કરી ઇસ્લામ લાવ્યા, જેમાં વઝૂની આયત છે, જેના દ્વારા જાણવા મળે છે કે આ આયતમાં મોજા પર મસહ કરવો રદ કરવામાં આવ્યો નથી.فوائد الحديث
સહાબા અને તાબઇન બન્નેમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરવાની ઉત્સુકતા.
ઈમામ નાવવી રહિમહુલ્લાહએ કહ્યું: દરેક વિશ્વસનીય વિદ્વાનો આ વાત પર સહમત છે કે મોજા પર મસહ કરવો માન્ય છે, પછી ભલે તે મુસાફરી કરતી વખતે હોય કે ઘરે જરૂરિયાત માટે હોય કે અન્ય કોઈ કારણસર, તે એવી સ્ત્રી માટે પણ માન્ય છે, જે પોતાના ઘરમાં હોય અથવા જે ચાલી શકતી ન હોય.
જરીર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુની એક ખૂબી હતી કે તેઓ વ્યાપક વિચારધારક હતા, તેઓ પોતાના વિદ્યાર્થીઓના ઇન્કારને સહન કરતા હતા, ભલે તેઓ તેમાં ખોટા હોય.
જે લોકો મોજા પર મસો કરવાને નકારે છે અને દાવો કરે છે કે તે રદ થઇ ચુક્યું છે; તેમનું આ હદીષમાં ખંડન કરવામાં આવ્યું છે; કારણકે જરીર બિન્ અબ્દુલ્લાહની હદીષ વઝૂની આયત પછી આવી હતી.
જો કોઈ વ્યક્તિ કોઈ વાતને નકારે અને એવું સમજે કે તે પોતાના મંતવ્યમાં સાચો છે, તો તેના પર ગુસ્સો કરવામાં ન આવે અને ન તો તેના મંતવ્ય પર ચર્ચા કરવામાં આવે, પરંતુ તેને આ વિષયમાં પુરાવા સાથે સારી રીતે સમજ આપવામાં આવે.
જરૂરત વખતે ઈતિહાસને ટાંકી દલીલ લઇ શકાય છે.
